________________
જાણી તરતજ આચાર્ય મહારાજ પાસે આવીને કહ્યું કે આજે ભુલથી કાજીને. પુછવાથી મેં પુનમ કહી દીધી છે. આચાર્ય મહારાજે વિચાર્યું કે કાજ આ વાત બાદશાહને કહેશે અને જૈનમુનીઓ ખોટું બોલે છે તેવું ઠસાવશે તેથી લેકમાં જૈનમુનીની હેલણા થશે તેવું વિચારી મુનીનું વચન સાચું કરવા વાસ્તે એક સુવર્ણ થાલ મંગાવી મંત્રીને આકાશે ચડાવ્યો તેને પ્રકાશ બાર ગાઉ ફરતા ચારે દિશામાં પડ્યું. આ બાજુ કાજીના કહેવાથી બાદશાહે સ્વારે છોડયા તેઓ બાર બાર ગાઉ ફરીને આવ્યા અને બાદશાહને કહ્યું સબ જગહ પુનમકા ચાંદ ખીલ રહા હૈ. આ પ્રમાણે જનચંદ્રસુરીજીએ અમાવાસ્યાની પુનમ કરી અને જૈનધર્મની મહીમા ઘણી વધારી બાદ બાદશાહના આગ્રહથી આચાર્ય મહારાજે ચેમાસું લાહેરમાં કર્યું એ સમયે દ્વારકામાં કૃષ્ણને મંદીર મુસલમાનોથી નાશ થએલે જાણે આચાર્ય મહારાજે શ્રી સિદ્ધાચલ આદી જૈનતીર્થની રક્ષા માટે માંગણી કરી ત્યારે બાદશાહે આજમખાં કે મને જૈનમંદીરને ‘વંસ ન કરે તેવું ફરમાન કરીને મોક્લી આપ્યું અને તીર્થરક્ષાનું કામ કર્મચંદ્ર મંત્રીને સોંપ્યું. ત્યાર પછી મંત્રીએ સિદ્ધાચલ ઉપર સાત ચૈત્યને ઉદ્ધાર કર્યો.
એક વખત બાદશાહે કાશ્મીર દેશ ઉપર ચડાઈ કરતાં ગુરૂ મહારાજને લાવ્યા. તે વખતે આચાર્ય મહારાજ લાભ જાણીને ત્યાં પ્રયાણસ્થાને આવ્યા અને ધર્મ દેશના દીધી ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ અસાડ સુદ ૯ થી ૧૫ સુધી પિતાના રાજ્યની અંદર કોઈ જીવ હીંસા ન કરે તે પા કરી આપીને ઈગ્યારે સુબાઓ ઉપર મક્લી આપ્યો. ત્યારે બાદશાહની સેવા કરતા બીજા રાજાઓએ પણ બાદશાહને ખુશ રાખવા તેનું અનુકરણ કરી કોઈએ માસ કોઈએ બે માસને અમારી પહને પટો પિતાના દેશને કરી આપે. વલી બાદશાહે પુજ્ય આચાર્ય શ્રીને કહ્યું હું કાશ્મીરને દિવિજય કરી આવું ત્યાં સુધી લાહેર રહો અને માનસીંહજીને ધર્મ પુષ્ટી અથે અમારી સાથે મોકલે. આચાર્યશ્રીએ પણ લાભ જાણી માનર્સિંહજીને તથા ડુંગરસીંહજીને બાદશાહના સૈન્યની સાથે મેકલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com