________________
ગ્રંથમાં તથા શ્રી દીપ વિજ્યજીકૃત સહમ કુલ રત્ન પટ્ટાવલી રાસ આદી ઘણા ગ્રંથમાં એ અધીકાર છે.
એક દીવસ આચાર્ય મહારાજ ગુર્જર દેશથી વિહાર કરી મારવાડમાં ફલેધી પાર્શ્વનાથની યાત્રાર્થે ગયા. ત્યાં ધર્મસાગરના અનુયાયી ભકતોએ દેશથી દહેરાસરમાં તાળું લગાડી દીધો તે વખતે આચાર્ય મહારાજે એ ફેરવી તાળું ઉધાડી સર્વ સંધ સહીત દર્શન કર્યા તે ચમત્કાર દેખી દ્વેષીજનો ઠંડા થઈ ગયા, ત્યાંથી પાછા અનુક્રમે વિચરતા ગુજરાતમાં પધાર્યા. એ સમયમાં બાદશાહ અકબરની સભામાં ઘણુ પંડીતે ભિન્ન ભિન્ન દર્શનીયે એકઠા થએલા ત્યારે બાદશાહે પુછયું કે હાલમાં જેમાં મહા પંડીત કેણ છે ત્યારે પંડીતાએ કહ્યું કે આચાર્ય મહારાજ શ્રી જનચંદ્ર સુરીજી છે ત્યારે બાદશાહે કહ્યું કે અહીયાં તેને ભક્તિ કોણ છે ત્યારે તેઓએ કહ્યું કે તેણેના ભક્ત કર્મચંદ્ર મંત્રી છે. ત્યારે બાદશાહે મંત્રીને બેલાવી કહ્યું કે તમારા ગુરૂ અત્રે આવે તેમ કરે. મારે તેમની સાથે ધર્મ ચર્ચા કરવી છે. ત્યારે મંત્રીએ જૈન ધર્મની મહીમાં વધશે તેવું જાણીને બાદશાહના ફરમાન સહીત બે અસ્વારે ગુજરાતમાં મેકલ્યા તેઓ અનુક્રમે ખંભાતમાં આવી મંત્રીને વિનંતી પત્ર આચાર્ય મહારાજને અર્પણ કર્યો, ત્યારે ગુરુ મહારાજે લાભ જાણીને વિનંતી સ્વીકારી અને કહ્યું કે તમે સુખેથી જા અમે અવિચ્છિન્ન વિહાર કરીને ત્યાં આવીશું. અનુક્રમે વિહાર કરતાં જાલેર (મારવાડ) આવ્યા. બાદશાહને ખબર પડી કે મહારાજ બહુ તસ્દી લઈને આવે છે ત્યારે ફરીને ફરમાન સહીત બે વારે મેકલ્યા. તેમાં જણાવ્યું કે પુજ્ય ઘણી તસ્દી નહી લેતાં અનુકુલ વીહારથી પધારશે. ત્યારે આચાર્ય મહારાજે ચોમાસું જાલેર કર્યું. બાદ ચોમાસું કર્યા પછી અનુક્રમે લાહોર (પંજાબ) પધાર્યા બાદશાહે પ્રવેશ મહત્સવ કર્યો તેજ દીવસે મંત્રીએ આચાર્ય મહારજનો મિલાપ બાદશાહને રાજ્ય બગીચામાં કરાવ્યું તે વખતનો દર્શાવે ચિતારાઓએ લીધેલ તે આજ પણ મેજાદ છે. બાદશાહે કહ્યું કે તમારી દયાળુતા હમને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com