________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિ
શરીરની શોભા માટેજ થતી હોવાથી અધર્મરૂપ છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા ન હોય તે આ એકેન્દ્રિયાદિ જીવન આર ભરૂપ કાર્ય શુભભાવનેત્પાદક હોવા છતાં પણ ધર્મ બની શકે નહિ. પણ અધર્મરૂપ અને પાપજનક જ થઈ જાય. વળી તે સમયે સમજદાર જૈન ગૃહસ્થ પૂજામાં એકેન્દ્રિય અને આરંભ થાય છે તે વાત સમજી શકતું ન હતું, એમ માની ન જ શકાય માટે તેમણે કરેલી પૂજાના વિકાસની કલ્પના તદ્દન ખોટી છે.
તેમની નિરૂપણ કરેલી પદ્ધતિએ પૂજાને વિકાસ થયું જ નથી. પૂજાના તેમણે કલ્પી કાઢેલા હેતુમાં ક્યાંય મક્ષ પ્રાપ્તિની ભાવના દેખાતી નથી. જૈન ધર્મમાં સાક્ષાત્ યા પરપરાએ પણ મોક્ષનું સાધન ન બને તેવી કેઈપણ ક્રિયાઓને સ્થાન હોય જ નહિ. આ વાત વાચકને સ્પષ્ટ સમજાય તથા પ્રસિદ્ધ આઠ ય પૂજાના કેવા સુંદર હેતુઓ શાસ્ત્રમાં અવિરછન્ન પર પરા દ્વારા ચાલ્યા આવે છે. તેની ખબર પડે માટે અહીં આલેખવામાં આવે છે. વિષય વિભાગની દૃષ્ટિએ આ ભાગ જરાક ઉપરની ચર્ચા જે લાગશે. પણ પ્રસિદ્ધ આઠેય પૂજાનાં હેતુઓ જાણવાથી પ્રસ્તુત લેખના ૫. કલ્યાણવિજયજી મ. આપેલા હેતુઓ કેટલા કાલ્પનિક તથા આરાધક ભાવથી દૂરના છે તે પણ સ્પષ્ટ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com