________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
પ્રમાર્જન કરે છે. પ્રમાર્જન કરીને જિનપ્રતિમાઓને સુગંધિ ગધોદકથી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સુરભિગધવાળા કાષાયિક વસ્ત્રોથી (અંગ લૂ છણાથી) ગાત્રોને લુ છે છે લુ છીને સરસ ગોશીષ ચદનવડે ગાત્રોનું વિલેપન કરે છે વિલેપન કરીને અખંતિ દેવદુષ્ય – વસ્ત્રયુગલ સ્થાપે છે, થાપન કરીને પુષ્પ ચઢાવે છે. માળી ઠવે છે. ગંધ ચઢાવે છે, સુગધ ચઢાવે છે અને વર્ણક ચઢાવે છે. વસ્ત્ર ચઢાવે છે, આભૂષણ ચઢાવે છે. ચઢાવીને ચારે તરફ લાંબી પુષ્પમાળાઓ લટકાવે છે. પુષ્પ માળાઓ લટકાવીને છૂટા પંચવર્ણ પુપ હાથમાં લઈને સર્વત્ર વેરે છે. આ પ્રમાણે પુષ્પોના પુજોપચારથી સિદ્ધાયતનને યુક કરે છે. કરીને જિનપ્રતિમા આગળ સ્વચ્છ ચિકણું રજતમય અક્ષતોથી અપ્સરાઓ અષ્ટ માંગલિકનું આલેખન કરે છે. જેના નામ સ્વસ્તિક યાવત્ દર્પણ ત્યારબાદ ચન્દ્ર ભરત્ન હીરા અને વૈડુર્યરથી જેનો દંડ ઉજ્જવળ છે. સુવર્ણ અને મણિરત્નોની રચનાથી ચિત્ર, કૃષ્ણગુરુ શ્રેષ્ઠ કુન્દરૂપ તુરુષ્કધૂપથી મઘમઘાયમાન ઉત્તમગંધથી યુક્ત ધૂપબત્તી જેવી સુગંધિને ફેલાવતાં વૈદુર્યા. રનમય ધૂપધાનાને લઈને પ્રયત્નપૂર્વક જિનવરેને ધૂપ કરીને ૧૦૮ વિશુદ્ધ રચનાવાળા અર્થયુક્ત અપુનરુક્ત એવા મહા વૃતોવડે સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને સાત આઠ ડગલાં પાછા હટે છે. પાછા હટીને ડાબા ઢીંચણને ઊંચો કરે છે. ઊંચો કરીને જમણા ઢીંચણને જમીન ઉપર લગાવીને પૃથ્વી ઉપર ત્રણવાર મસ્તક લગાડે છે. મસ્તકને લગાડીને થોડું ઊંચું રાખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com