________________
કેવી અવદશા થાય છે. આમ છતાં ય પૂ. ગુરુદેવે કે સામાન્ય વાતચીતમાં આ ગ્રંથ અંગે હજારે વાર ચર્ચા કરતાં હોવાં છતાં પણ કોઈ હીનપત ભર્યો શબ્દ તેઓ માટે ઉચ્ચાર્યો નથી. સારી અને શ્રેષ્ઠ વાતે માટે તેમની વિદ્વતાને બીરદાવી પણ છે. જે આ વિષયને પણ તેઓએ આગ્રહની આંખે ન જ હોત તે તેઓ ખૂબ જ સુંદર વાત આલેખી લેકેને સુવિહિત જિન પૂજાના કાર્યમાં આદર પેદા કરી શક્યા હોત.
ખેર; ભવિતવ્યતા બલવતી છે. સાંભળવામાં આવે છે કે તેઓએ પ્રત્યેક આગમો પર સંશોધનાત્મક નોંધે તૈયાર કરી છે અને તેઓના ગ્રંથ ભંડારના સરક્ષકો કે વારસદારો પાસે તે સાહિત્ય તૈયાર છે જે તે સંરક્ષકો કે વારસદારે એ સાહિત્ય ભવિષ્યમાં કયારેય પ્રસિદ્ધ કરવાના હોય તો અમારું નમ્ર સૂચન છે કે તેઓ નિષ્પક્ષપાત વિદ્વાનોને પૂ. આચાર્ય ભગવંતોને બતાવીને જ આગળ વધવાનું સાહસ કરે! જે આમ કરવામાં નહીં આવે તો તેઓને રહયા સહયા નામને પણું બટ્ટો લાગવાનો પરમ સંભવ છે
જે કે વિદ્વાન પૂ. પ. કલયાણવિજયજી મ. ની જિનપૂજા પદ્ધતિ પુસ્તિકાનો ખાસ કોઈ પડશે સમાજ પર પડયો નથી છતાં ય તેઓનું લખેલું પુસ્તક કયારેય વિષમ સમસ્યા ' બને તે હેતુથી જ પૂ. ગુરુદેવ અથાગ પરિશ્રમથી તૈયાર કરી આલેખેલ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com