________________
એક બહાદુર લડયાની માફક તેઓએ શાસ્ત્ર પાઠો એકત્રિત કર્યો હશે. આ બધા પાઠ તથા તેનાથી પ્રગટ થતું તારવણ એટલી બધી ઉતાવળમાં કરેલ છે કે તેને પતાવે અવશ્ય એમને પણ થયે હે જોઈએ. જિન પૂજા પદ્ધતિની બીજી આવૃતિ (આનું નામ તેમને શી જિનપૂજા વિધિ સંગ્રહ રાખેલ છે) અને સાથે અપાયેલ બંને ય ગ્રંથોનું સદેહન વિદ્વાન વાચકને આ વાત સમજાવ્યા વિના નહીં રહે.
આજે તે પૂજ્યશ્રીને દેવલોક થયે પાંચ વર્ષો વહી ગયા છે પણ અમે તેઓની વિદ્યમાનતા દ્વારા અમારા પૂજ્ય ગુરૂદેવના નિદર્શન અને માર્ગદર્શન હેઠળ તેઓના કેટલાક લેખોના જવાબ તેઓને લાવ્યા હતા. પરિચિત શ્રાવકે દ્વારા સમાચાર મળ્યા કે તેઓ વ્યક્તિગત જવાબ નથી લખતા પણ જૈન છાપાઓમાં લેખરૂપે પ્રસિદધ થાય તે જવાબ આપે. એટલે તે લેખે કલ્યાણ વિગેરે માસિકમાં પ્રસિદ્ધ થયા અને તેઓને ૨જીસ્ટર પિસ્ટથી પહોંચ્યા ત્યાર બાદ પાંચ વર્ષ સુધી તેમની વિદ્યમાનતા હોવા છતાં ય કોઈ જવાબ વાળેલ નહીં. તેઓશ્રીના માત્ર આ એકજ પુસ્તકના પૂ. ગુરૂદેવે લખાવેલા રદિયા દ્વારા તેઓના “નિબંધ નિચય” અને “પ્રબંધ પરિજાત” બંને ય ગ્રંથોની પ્રમાણિકતા હણાય છે! તેઓનો પોતાની જાત પરને વધુ પડતો વિશ્વાસ તેમને સત્ય હકીક્તથી દુર લઈ ગયો છે. કેટલીક વાતે તે પક્તિ પંક્તિ ખોટી સિદ્ધ થયેલ છે. એ જણાવતાં અને સહુ આગળ રજૂ કરતાં અમે પણ ક્ષોભ અનુભવ્યો કે એક જ બાજુ દોરાઈ જવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com