________________
રર
એાએ તે મૂકવા માટે યોગ્ય સગવડ કરી આપવી જોઈએ. સુવાની બાબતમાં કેટલીક વખત ઠંડા પવન ખાવાની બુદ્ધિએ વધારે વખત બેસી રહેતાં નિદ્રા આવી જાય છે–પ્રમાદ સેવાય છે, તે નહિ કરવાનું ધ્યાનમાં રાખવા યોગ્ય છે- જિનભકિત અથવા ધર્મચર્ચાના કારણ સિવાય શ્રી જિનમંદિરમાં વધારે વખત રોકાવું નહિ. જુગાર રમવાના સંબંધમાં લધુવયવાળા છોકરાઓ કેડીએ, પાના પૈસા વિગેરેથી ઘણી વાર રમે છે, તેનું સખ્ત રીતે નિવારણ થવું જોઈએ. પ્રથમની સાત આશાતનામાં પણ નાનાં બાળકોને સાથે લઈને આવનાર સ્ત્રી તથા પુરૂષોએ બાળક મૂત્ર કરે નહિ અથવા વડીનીતિ (ઝાડા) કરે નહિ, તેને માટે ઘણું જ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલીક વખત શ્રાવિકા બહેનો એવી આશાતનાના સંબંધમાં બેદરકાર રહે છે. કેટલીક શ્રાવિકા બહેને તે બાળકે એની આશાતના કરી હોય, તે સાફ કર્યા વગર અથવા કરવાનું કહ્યા વિના ગુપચુપ ચાલી જાય છે, પણ એ મહા આશાતના છે. કેટલીક શ્રાવિકા બહેને
તુ આવવાના દિવસ નજીક હોય છતાં વધારે વખત જિનમંદિરમાં બેસી રહે છે અને એ સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com