________________
૨૩
બંધી આશાતના થતાં શરમની મારી બેલ્યાચાલ્યા વિના ચાલી જાય છે. આવી આશાતના મહોત્સવાદિ પ્રસંગે તેમજ પર્વતિથિએ ઘણું કરીને થવાનો સંભવ છે. પ્રતિષ્ઠા, બૃહસ્નાત્રાદિક પ્રસંગે પણ શ્રાવિકા બહેનો તરફથી ઉપર કહેલી આશાતનાને ભય વધારે રાખવામાં આવે છે. તેવી આશાતના થવાથી કેટલીક વાર વિપરીત પરિણામ આવે છે. તે સારૂ ઉપર જણાવેલી તમામ પ્રકારની અને ઉપલક્ષણથી તેને લગતી બીજા પ્રકારની ભેગ આશાતનાઓ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
ઉપાશ્રયાદિકમાં પણ આશાતના વન્ચે જણવેલી છે, તેથી વિવેકપૂર્વક વિચારીને યોગ્ય વર્તન કરવું. આ પ્રમાણે ત્રીજી બેગ નામની આશાતનાનું કિંચિત વર્ણન જણાવ્યું. ચોથી દુપ્રણિધાન આશાતનાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. "रामेण व दोसेण व, मोहेण व दुसिया मणोवित्ती । दुप्पाडहाणं भन्नइ, जिणविसये तं नं कायव्वं ॥"
રાગ વડે કરીને અથવા ફેષ વડે કરીને અથવા મોહ–અજ્ઞાન વડે કરીને ચિત્તની વૃત્તિ જે દુષિત થાય, તેનું નામ દુપ્રણિધાન કહેવાય છે. તે આશાતના જિનમંદિરમાં ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com