________________
(319)
ઈન્દ્રનું વકતવ્ય અને પ્રભુને લઈ જવું :વધાવી ખેલે હૈ રત્નકુખધારિણી તુજ મુતતણે', હું શક્ર સાહમનામે કશુ જન્મ મહેાત્સવ અતિઘણા; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પચરૂપેપ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષી સાથે, મુગિરિ આવ્યા વહી ડાકા ઇન્દ્રની પટરાણીઓ અને બીજી દેવાંગના સામાકિ દેવ વગેરેને બેસવા માટે સુંદર ભદ્રાસના ગાવેલા હાય છે. એવા વિમાન જુદા અને આજના એરપ્લેન જુદા–આજના વિમાન મશીનના આરંભ સમાર ંભ ઊપર કામ કરનારા બનાવટ માટે મહાસમય અને મહામહેનત જોઇએ. અનેક આરંભથી તે તૈયાર થાય, બન્યા પછી પણ તેના દ્વારા મુસાફરી ઘણી જોખમકારક, કઇંક વિમાના ખળી ગયા, તુટી પડયા, અને તેમાં મે'લા માણસે પણ્ બળાતે ખાખ થઇ ગયા, અને કૈક પટકાઇ મર્યાં. જ્યારે આ વ્યિ વિમાનને તૈયાર કરવામાં વગર આર ંભ સમારમે અંતમૂર્હુત માત્ર સમય લાગે પાછુ વળી એમાં આરંભ સમારભ નહિ. લાખાની સંખ્યા તેમાં બેસી શકે. તુટી પડવાને કે બળી મરવા લેશ માત્ર ભય નહિ. એ દિવ્ય શકિત કે, જેની આગળ માનવીની કશીલતા, લેખ’ડી ભેજું, પબુદ્ધિ, અને વિજ્ઞાન સપૂર્ણ નિષ્ફળતાને પામે એવા પ્રભાવ છે. સૌધર્મેન્દ્ર મોટા પરિવાર સાથે વિમાનમાં બેસી દેવકમાંથી ઉતરે છે. નંદીશ્વર દ્વીપમા વિમાનાને સંક્ષેપી પ્રભુની માતા પાસે આવે છે. બીજા દેવા સીધા મેરૂપર્વત પર જાય છે સૌધર્મેન્દ્ર પ્રભુની માતા તથા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ વિનય સહિત પ્રણામ કરે છે, પછી પ્રભુને વધાવે છે હ સહિત વધાવી પ્રભુને કહે કે“અહા હુ આજ કૃતકૃત્ય થયા કે મે મારી આંખે ત્રિલોકના નાથ તે નિહાળ્યા.'
સૌધર્મેન્દ્ર શ્રી જિનેશ્વર દેવની માતાને સમાધીને કહે છે. હું આપે એવા હું રત્નકુક્ષીને ધારણ કરનારી! મારાથી ખીશે નહિ; હું સૌધ નામે ઇન્દ્ર હ્યુ. પ્રભુના જન્મ મહાત્સવને ઉજવવાના અમારા શાધતિક આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com