________________
[૧૬] પ્રકરણ ૬ ઠું.
જયમલની દિક્ષા. આડિસરમાં અઢાઈમહેત્સવ અને ચમત્કારિ પ્રભાવ.
માતાપિતાની રજા મેળવી જયમલ આડિસર ગામે આવ્યું. દિક્ષાનું મુહૂર્ત વૈશાખ શુકી ૩ અક્ષયતૃતિયાનું હતું. તે નજદિક આવી લાગ્યું. હોંશીલા સંઘે દેશદેશ કોત્રીઓ મેલી, તેથી મહોત્સવ ઉપર આસપાસના ઘણા ગામના જૈનયાત્રુ સારી સંખ્યામાં એકઠ્ઠા થયા. તેઓની સર્વ પ્રકારની સગવડતા સાચવી.
આ ટાંકણે મનફરાથી સારી સંખ્યામાં જૈન જૈનેતરે આવ્યા હતાં હવે આડીસર ગામના દરબાર મહારાવ શ્રી લખાજીરાવને ખબર પડતાં સંઘને જોઈતી એગ્ય મદદ આપી. અને જયમલનું ઉચિત સન્માન કર્યું. મહોત્સવમાં આઠે દિન પ્રભુને વિવિધ પ્રકારના આંગી લાઈટ હાઈ હમેશાં વિધવિધ પૂજાએ સુન્દર રાગ રાગણીથી ભણાવવામાં આ વતી, અને સ્વામિવત્સલે નવનવા મિષ્ટાનેથી થતા હતાં.
શ્રેષ્ઠી જયમલ હવે જિતવિજયજી થયા.
આ કાળમાં પહેલ વહેલું જૈન પર્વ અક્ષયત્રીજ છે. તે વાર પણ ઉત્તમ ગ્રહોને ધારણ કરનાર “શુકવાર હતો. શુભ ચેઘડીએ શ્રીમાન્ પદ્મવિજયજીએ સંઘ સમક્ષ મોટી મેદની વચ્ચે કિયા કરાવી એક રાજાદનિ રાયણુ વૃક્ષના નિચે વાસક્ષેપ ચતુવિધ શ્રી સંઘે વાસક્ષેપ નાંખે અને “ઘો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com