________________
[૧૫] દથી રજા મેળવીને ગુરૂશ્રી પદ્યવિજયજી પાસે આવ્યા. ત્યારે સંઘ પણ આ દિક્ષામાં સમ્મત થયા.
માબાપની બહુમાને કરેલી સેવા, નિજાભના તારણ માટે વ્રત, પચ્ચખાણ, તપ, જપ અને જિનધર્મની દદ્ધશ્રદ્ધા તથા શાંતિનાથ પ્રભુ પ્રત્યે પૂર્ણ ભક્તિવંત એક સરખો અંધાપાના વખતે દેખાતો હતો. અને માબાપની મરજી સાચવીને સંસારમાં નિયમધારી શ્રાવકપણે વર્તન રાખી કામકાજ કરતો. અંધાપા સમયે સ્વભાવ વિશેષપણે શાંતી પૂર્વક કાબૂમાં રાખેલો, અને અહર્નિશ શ્રી શાંતિનાથ ભગવાનની ઉપાસના તેથી અધિષ્ઠાયિક દેવની કૃપા વડે ગયેલ આંખોનું પાછું આવવું. લીધેલ વ્રતના ટાઈમની રાહ જોવી, અને તે દરમ્યાન એગ્ય શાસ્ત્રાભ્યાસ પઠન કરે. આજ કાલના ભકિતવંત છે પણ તેવા નીકળતા નથી. આવા વ્રતધારી ગૃહસ્થાશ્રમને સર્વ પ્રકારે શોભાવીને જિનશાસનને કે વગાડી રહ્યા છે. એ રીતે પૂજ્ય ગુરૂવર્ય જિતવિજ્યજી દાદાને પૂર્વાશ્રમ-ગૃહસ્થાશ્રમ આપણને ધડે લેવા લાયક છે, તથા આત્માર્થી જીવોએ તેમનું પવિત્ર વર્તન નિજત્મામાં પરિણમાવે તે જરૂર નીકટ ભવિની છાપ ગ્રહણ કરે.
કિમ્બહુના!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com