________________
( ૪૦ ) કરવાને માટે કહે છે કે હે રાજન! તમારી રૂપવંતી કુંવરીને હાથ મા કદરૂપા શરીરવાળા હાથમાં કેવી રીતે મેળવું? માટે કોઈપણ ઉપાયે હું મારા શરીરનું રૂપ સુંદર બનાવું! ૧૯૮–૧૯લા અને પ્રાણીઓને ઈષ્ટ સાધ્યની સિદ્ધિ સાડથી થાય છે. સાહસ એવી અદ્ભુત વસ્તુ છે કે-જેનાવડે નિર્લક્ષણ માણસ પણ બત્રીશ લક્ષણે કરીને અધિક બને છે. ર૦૦૧ કહ્યું છે કે –
अस्थिवर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । ત્તિથી ઘરે વીશા, સર્વ રસ તિષ્ટિતમ ૨૦૨ //
અર્થ -અસ્થિ-ડાડમાં ધનને સમાસ છે, માંસમાં સુખને સમાસ છે, ત્વચા–ચામડીમાં ભેગને સમાસ છે, આંખમાં સ્ત્રીઓને સમાસ છે, ગતિમાં વાહનને સમાસ છે અને સ્વરમાં આજ્ઞાને સમાસ છે. અર્થાત્ તે તે એક વસ્તુમાં તે તે એક એક વસ્તુ જે રહેલી છે; પરંતુ સત્રમાં તે ધન, સુખ, ભેગે, સ્ત્રીઓ, વાહન અને આજ્ઞા વિગેરે બધી જ વસ્તુઓને 'સમાસ છે. ર૦૧ા માટે હે રાજન ! સત્વને આદરીને જલદી અગ્નિમાં
૧ અષ્ટાંગ નિમિત્ત નામના ગ્રંથના પાને ૪૫ પર લેક ૨૦૦માં જણાવ્યું છે કે જે મનુષ્યનાં હાડકાં મજબૂત અને વજનદાર હેય તે ધનવાન થાય, જેની ચામડી કોમળ હોય તે સાહ્યબી ભોગવે, જેનું અંગ સ્કૂલ હેય અને હાથ-પગની નસે ન દેખાતી હોય તે સુખી જિંદગી ગાળે, જેનાં નેત્રે તેજદાર અને આકર્ષક હેય તેને સ્ત્રીનું અત્યંત સુખ હોય, જેની ગતિ-ચાલવાની ઢબ સુંદર હોય તે વાહનને ભગી હોય અને જે મનુષ્ય અતિ કષ્ટ પ્રસંગે પણ હિમ્મતપૂર્ણ વાણી ઉચ્ચરનારો હોય તે મનુષ્ય હંમેશાં સુખી હેય; પરંતુ સવવાનમાં તો તે બધું જ રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com