________________
( ૩૫ ) સ્વીકારમાં વિરોધ હોય જ નહિ. ૧૭૪ કુમારે એ પ્રમાણે પટલના સ્વીકાર મુજબ રાજકન્યાને વિષમુક્ત કરીને ખરેખર જીવાડી બતાવી હેવાથી વામનને પહેલાં તિરસ્કાર કરના અને મશ્કરી કરીને ટીંપળ મચાવનારા સર્વે લોકે તે વખતે આશ્ચર્યચક્તિ થવાપૂર્વક આહાદ પામ્યા અને તેવા અતિ શ્યામ અને વામનરૂપધારી કુમારને હવે તે રાજકુમારી આપવી જ પડશે એ જોઈને ખેદ કરવા લાગ્યા. ૧૭પા અહિં રાજ પણ વિચાર કરે છે કે–“જેને મારે કન્યા આપવાની છે, તે ગુણવડે કરીને સર્વ પુરુષમાં શ્રેષ્ઠ એવા આ ઉત્તમ પુરુષમાં શામલ––વામનત્વ વિગેરે દેશે સંભવતા નથી છતાં ક્યાંથી? ખરેખર! રત્નષક એવા દૈવ-કર્મને ધિક્કાર છે. ૧૭૬ અથવા અત્યારે આવી નકામી ચિંતારૂપ વેલડી–પરંપરાથી શું? વિધિનું કરેલું અને મહાત્માનું બેલેલું મિથ્યા ન થાય. માટે આ પુરુષરત્નના બીભત્સ વર્ણ અને રૂપ જોઈને કન્યાને થતા ખેદ, કન્યાની માતા વિગેરેને થતે શેક, (પિતાના વચન મુજબ વામનને પિતાની કન્યા આપવી જ પડવાની, રાજાને પણ ઠીક મુશીબત આવી છે, એ વિગેરે પ્રકારની) દુષ્ટ વિચારણાવાળા દુષ્ટ જનેને થતે હર્ષ અને (રાજાએ ભલે તે પટલ વજડા અને આ વામને ભલે તે પટ ઝીલીને રાજકન્યાને જીવતી કરી, પરંતુ તેથી શું? એટલા ખાતર આવી દેવકન્યા જેવી રાજકન્યાને રાજા, શ્યામાતિશ્યામ અને બટુકરૂપધારી એવા આ વામનને આપે છે તે શું થેડી અવિચારિતા છે? ઈત્યાદિ) લેકમાં ફેલાએલા અવર્ણવાદ વિગેરેને અવગણને” મારી આ કન્યા હું કુમારને આપું ૧૭૭–૧૭૮. એ પ્રમાણે વિચારીને રાજા જેવામાં વામનને કન્યા આપે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com