________________
( ૧૮ ) કુમારની આવી ઉચ્ચતમ વિનીતનીતિ અને ચિત્યતા જોઈને આશ્ચર્યચકિત બનેલા પ્રધાને વિગેરેએ પણ કહ્યું કે - હે દેવ! રાજ્યની અધિષ્ઠાતા દેવીએ આપને આપેલું રાજ્ય, અન્યથા કેમ થાય? બીજાને કેવી રીતે આપી શકાય ? માટે હે પ્રભે! આપ જ અમારા સ્વામી છે. આ નગરમાં પધારે અને નગરને પાવન કરે.! પ્રધાન વિગેરેએ એ પ્રમાણે વિનંતિ કરવાની સાથે જ હેરા પર વિજયકુમારથી શોભતે હાથી કામપુર નગર ભણી ચાલ્યા. પ ૮૦ હવે પાંચ દિવ્યાએ કરેલાં દૈવી કાર્યનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, એમ જાણીને વિજયકુમારે, અતિ આશ્ચર્ય ઉપજાવે તેવા અદ્ભુત મહત્સવપૂર્વક નગરપ્રવેશ કર્યો, અને તેની ઉજવળ કીર્તિએ દશે ય દિશામાં પ્રવેશ કર્યો ! ૮૧ મંત્રી, પ્રધાને વિગેરેએ મળીને શ્રી વિજયકુમારને રાજાના મહેલમાં વિરાજતા સિંહાસન પર પધરાવ્યું અને હાજર રહેલા સર્વ સામન રાજાઓ તેમજ મહામંત્રીઓએ વાસુદેવના રાજ્યાભિષેકની જેમ શ્રી વિજય કુમારને મહાન આડંબરપૂર્વકના મહત્સવથી રાજ્યાભિષેક કર્યો! ૮૨ બીજી બાજુ (હું પાસે હઈશ તેના ભાઈ રાજ્ય નહિ જ સ્વીકારે, એ ધારણાથી કઈ ન્હાને નાના ભાઈથી ખસીને અશ્ય રહેનાર જયકુમારની એ ધારણ ફલિભૂત થઈ! એટલે કે- એ રીતિએ વર્તવાથી–) પિતાના નાના ભાઈ વિજયકુમારને તેવી ઉત્તમ રીતિએ અને તેવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઈ જોઈને પિતાને કૃતકૃત્ય માનતે મેટો ભાઈ, જયકુમાર “મારે બદલે પિતાને રાજ્ય મળ્યું તેથી મને જોઈને નાના ભાઈ સંકોચ પામશે--શરમાશે” એ શંકાથી પિતાના તે નાના ભાઈ વિજયકુમારને મળ્યા વિના જ ત્યાંથી દેશાંતરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com