________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. ૪. મિમાંસક દર્શન વેદને અપૌરૂષય માને છે જ્યારે જેને પોકાર કરે છે કે કેઈ પુસ્તક અપૌરૂષય હેઈજ નથી શકતું.
૫. નિયાયિક ઇશ્વરને કર્તા અને ફળદાતા માને છે. તેઓ કહે છે કે આ જીવ અજ્ઞાની છે. એનું સુખ દુઃખ સ્વાધિનતા રહિત છે. તે તે બિચારે ઇશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નર્કમાં જાય છે. જે જીવને મુકિત મળેલી છે તેયે પરમેશ્વરને તાબે છે, તદ્દન સ્વતંત્ર નથી. (જુએ સર્વ દર્શન સંગ્રહ પૃ. ૧૩૯) જ્યારે જૈને આવી. ઘેલી કલ્પનાઓ નથી કરતા તેઓ ઇશ્વરને કર્તા અને ફળદાતા નથીજ માનતા. ઇશ્વર વિષે હું ધારું છું કે હે પૂરતું લખ્યું છે.
૬. આચારની રીતથી એમ કહેવામાં આવે કે જૈન મત હિન્દુ જાતિના અન્ય તત્વજ્ઞાનમાંના આચાર કરતા કંઇ વિશેષ આચારકંઇક નવીન અને Original આચાર નથી દર્શાવતો તો તે ખોટું છે. ચોખ્ખી રીતે સ્પષ્ટ છે કે જૈન સાધુઓ અને જન શ્રાવકે અન્ય માનવીઓ કરતાં પુષ્કળ ભિન્ન એવું જીવન વિતાવે છે
૭ મહાવીર ક્ષત્રિય હતા તેથી હિન્દુ હતા અને જિન ધર્મના વળી તે છેલ્લા તિર્થંકર હતા. શા માટે જેને હિન્દુ ન ગણવા? જાતિ અને ધર્મને તફાવત આ પ્રશ્નનો જવાબ તરતજ વગર અડચણે આપશે. નકામી આવી હાસ્યાસ્પદ દલીલો કરવાની કેઇએ ઉતાવળ. ન કરવી.
૮. બૌદ્ધધર્મ પદાર્થને નિત્ય નથી માનતા, આત્માને ક્ષણિક માને છે. જ્યારે જનધર્મ આત્માને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય પણ અવસ્થાની અપેક્ષાએ અનિત્ય માને છે. જનધર્મના છ દ્રવ્યો પણ બૌદ્ધો માનતા નથી.
૯. ગૌતમબુદ્ધ શરૂઆતમાં જૈન મુનિ પિડીતાશ્રવના શિષ્ય હતા અને પછીથી “મૃતક પ્રાણીમાં જીવ નથી હોતો' તે શંકાને લીધે જ
(૩૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com