________________
જૈનત્વ, નહિ પણ એકજ જાતનાં મનુષ્યમાંયે મહાન અંતર હાલ ધર્મના નામે ચાલી રહ્યાં છે હેને આ જૈન તત્વ જ્ઞાનને ખરે પ્રત્યુત્તર શું છે ?–એજ કે ધર્મને નામે ચાલતી આ પરિસ્થીતિ સાચી નથી. સ્ત્રીને પુરૂષ કરતાં કોઈપણ બાબતમાં ઓછા હક્ક નથી. આત્મ કલ્યાણના શુભ પંથમાં ચમાર કે ચંડાળ, બ્રાહ્મણ કે ક્ષત્રિય,પુરૂષ અને સ્ત્રી બેઉ સમાન છે. વૈષમ્યવાદના હિંદુ સમાજમાં ચાલી રહેલા પાખંડની હામે શ્રી મહાવીરે આજથી અઢી હજાર વર્ષ પહેલાં બંડ ઉઠાવ્યું હતું. હેમણે જગતની હામે ઉદ્ ઘણું કરેલી અને તે સામ્યવાદની-- સરખા હકની. અને પછી એક બીજા સાથે કેટલી હદ સુધી વ્યવહાર કરવો તે તો મનુષ્યની જ બુદ્ધિને આધારે. મનુષ્યને સ્વેચ્છા સંતોષને માટે પસંદગી નાયે સ્વતંત્રતા તે ખરી ને ?
––અને એ યે સત્ય તે ખરું કે ગમે તે અવસ્થામાં પુરૂષ. નગ્ન થઈ શકે જ્યારે સ્ત્રી નહિ. પણ અમુક હદમાં પહોંચી ગયા પછી, અમુક પ્રકારની આત્મીય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ત્રીયે નગ્ન બને તે હેને કે સમાજને જરીયે વાંધો ન આવે. કોઇએ કંઇ આથી ગભરાવવાનું નથી. મહાવીરને માનીયે તો હેમનાજ શબ્દો કે “આ યુગમાં હવે પછી કોઈ મોક્ષગામી જીવ થવાને નથી” અને એટલું તો ચોક્કસ કે નગ્નતા પ્રાપ્ત કર્યા જેવી ઉંચી આદર્શ મય સ્થીતિએ પહોંચેલે આત્મા મોક્ષ તેજ જીવનમાં મેળવે. ત્યારે આપણે તદન માનવું જ પડશે કે હેવા પ્રકારની નગ્નતા અત્યારે નથી જ જોવામાં આવતી અને નજ આવે. આમ સ્ત્રીની નગ્નતાને હાલ સવાલ જ ઉભો થતો નથી. જ્યારે પુરૂષ તે ગમે ત્યારે ગમે હેવી નગ્નતા ધારે હોયે જરી વાંધો નથી. પ્રશ્ન એ છે કે આત્માની એ મહાન અવસ્થા પ્રાપ્ત કર્યા પછી નગ્ન થઈ જ જવાય કે પછી નગ્ન થઈને આત્માની તે મહાન અવસ્થા પ્રાપ્ત કરી શકાય–મહને તે બન્નેયે તેટલાં જ સાચ્ચાં લાગે છે. ગમે તેમ હોય પણ નગ્નતાને સ્વિકાર કરવામાં આવે તે દિગંબર કે વેતાંબર મતમાં જરીયે ભેદ. નથી એમ હું તો જાહેર કરૂં.
જાય કે પ
નથી કરવામાં આવતા-ચાં લાગે છે. કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com