________________
વિશિષ્ટતા.
जिनेन्द्रप्यालयांस्तस्य प्रतिमाश्च प्रपश्यतां । भवेच्छुभामिसंधानप्रकर्षों नान्यतस्तथा ॥५२॥ कारणद्वय मान्निध्यात् सर्वकार्यसमुद्भवः । तस्मात्त साधु विज्ञेयं पूज्यकारणकारणम् ॥५॥
૩ત્તાપુગ પૂર્વ ૭રૂ. ભાવાર્થ–“જે કે જિનેન્દ્રની પ્રતિમા અને મંદિર બને અચેતન છે છતાં શુભ ભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત હોવાથી પુણ્ય બંધમાં કારણ રૂ૫ છે. જિનેન્દ્ર રાગાદિદેષ રહિત છે અને શાસ્ત્ર તથા આભૂષણોથી વર્જીત છે. પ્રસન્ન ચંદ્ર સમાન મુખની શોભા ધરાવે છે, ઇન્દ્રીયોના જ્ઞાનથી રહિત છે, લોક અલોકને જોઈ શકનાર છે, કૃતકૃત્ય છે, જટા વગેરેથી રહિત છે–એવા પરમાત્માનું અને હેના મંદિરનું દર્શન કરવાથી જે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે, તે અન્ય મૂર્તિ વગેરેથી નથી થતી. સર્વ કાર્યો અંતરંગ અને બહિરંગ બે કારણેથી થાય છે અને એથી હમજી જાઓ કે આ મૂર્તિ પુણ્ય પ્રાપ્તિમાં શુભ ભાવોની ઉત્પત્તિથી કારણરૂપ તો છેજ.”
ત્યારે જોઈ શકાય તે ખરું કે જેનામાં કર્મ, ઇશ્વર અને પુનર્જન્મ વગેરેની માન્યતા કાંઇક વિશેષ પ્રકારે છે. સર્વેને અન્ય ન્ય સંબંધ હમજો જરીયે અઘરે નથી.
ઈશ્વર અને દેવ વચ્ચે જૈન મતમાં જે તફાવત કહેવામાં આવ્યા છે તે જાણવા જેવો છે. જીવ એવી પ્રકારનાં કર્મ પાળે મેળવે છે જે હેને ગતિ બદલાવે. ચાર ગતિ–મનુષ્ય, દેવ, નરક અને તિર્યંચ સત્ય જ્ઞાન અને દર્શન વિના ફકત સુખ જ ભોગવવા માટે જીવ દેવગતિ પ્રાપ્ત કરે. દેવગતિમાંથી આત્મા કદિ મોક્ષ ન મેળવે-તે મનુષ્ય થાય જ. દેખીતી રીતે જણાય કે દેવ વધુ શક્તિશાળી–મનુય તો કંઇજ નહિ પણ વિચાર કરતાં જણાશે કે મનુષ્ય દેવને કબજે
' (૧૯) -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com