________________
પ્રચલિત પરીસ્થિતિ. જૈને નથી માનતા ? તેઓ પુનર્જન્મમાં એટલું સજજડ માને છે જેટલું કોઇપણ મત માને. જૈને નાસ્તિક નજ કહેવાય.
અને ગીતામાં પણ જૈન દર્શનને ટકે નથી? "न कर्तुत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं खभावस्तु प्रवर्तते ॥ १४ ॥ अ. ५ नादत्ते कस्यचित्पापं न कस्य सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः" ॥ १५ ॥ अ. ५
ભાવાર્થ “ઈશ્વર જગતના કર્તાપણાને કે કર્મને નથી બનાવતે. નથી એ તે કર્મફળના સંયોગની વ્યવસ્થાયે કરતે. માત્ર સ્વભાવ કામ કરે છે. પરમાત્મા નથી કોઇને પાપનું ફળ દેતે કે પૂણ્યનું. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઇ રહ્યું છે. અને એથી જ જગતના પ્રાણી મેહી બની રહ્યા છે.”
જૈનેતર અન્ય દર્શનમાં આમ કદાચ હેમના તત્વજ્ઞાનની અવ્યવસ્થાને લીધે વિરોધ જણાશે. જૈન દર્શનમાં તેમ કદાપિ નહિ બને. ફક્ત હમજતાંજ વર્ષો જશે, પચાવતાં એથીયે વધુ સમય લાગશે, આચરતાં તો જીવન જવાનું જ. ગીતાને માનનાર કોણ નાસ્તિક કહેવાય છે? અને ગીતામાં તે જૈન તત્વ જ્ઞાનના સમુદ્રને એકજ છાંટે છે, તો શા માટે તે મહાન મતને અને હેના અનુયાયીઓને આપણુ કેવળ કુબુદ્ધિને લીધે અન્યાય કરે ?
અન્ય સઘળા મતેમાંથી જૈનધર્મને છેડી ઘણુયે પુષ્ટી મળવા છતાં ફક્ત અમુક ફેરફારને લીધે જૈનેની હાલની પ્રચલિત પરીસ્થિતિ થાય તે કેવળ અયોગ્ય નથી લાગતું ? ત્યારે જેનેની સ્થીતિ અત્યારે છે હેવી કેમ થઈ? (૧) અંદર અંદરના કુસંપને લીધે ? ના, અન્ય ધર્મના અનુયાયીઓમાં એવું કયાં નથી ? છતાં તેઓ આગે-ળજ કેમ ધપતા જાય છે ? બ્રીસ્તી ધર્મમાં જુઓ-ઋતિહાસ વાંચો તે
(૮૯).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com