________________
શ્રી સંજય
: ૫૦:
[ જૈન તીર્થોને ચાર કાઉસગિયા મૂતિઓ છે. દ્રાવિડ અને વારિખિલ્લ અહીં કાતિક પૂનમના દિવસે દસ કોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. કાતિક પૂનમને મહિમા આ કારણે ગણાય છે. શેઠ ભૂખણદાસનો કુંડ નં. ૫
આ દેરીથી આગળ જતાં પાંચમે ભૂખણદાસ કુંડ આવે છે. રસ્તાના કુંડમાં આ છેલ્લે કુંડ છે. આ કુંડ સુરતવાળા શેઠ ભૂખણદાસે બંધાવેલ છે, જેમણે તળેટી રેડ ઉપર રાણાવાવ બંધાવેલ છે, અને શહેરમાં સાત ઓરડાવાળી ધર્મશાળા બંધાવી છે. આ કુંડ પાસે બાવળનું વૃક્ષ હોવાથી તેને બાવળકુંડ પણ કહેવામાં આવે છે. કુંડની સામે જમણા હાથ તરફ ઊંચા ઓટલા ઉપર એક દેરી છે. તેમાં રામ, ભરત, શકરાજ, શિલકાચાર્ય અને થાવસ્થા એમ પાંચ જણની કાઉસગીયા મૂર્તિ છે. કુંડના ચોતરા ઉપર એક દેરી છે. તેમાં પગલાં છે. હનુમાન દ્વાર
અહીંથી આગળ જતાં ચેડે ઊંચાણવાળો ભાગ ચડતાં હનુમાન દ્વાર આવે છે. અહીં એક દેરીમાં હનુમાનની મેટ ઊભી મૂર્તિ છે. ગિરિરાજ ઉપર ચડવાના માર્ગને આ છેલ્લે હડે ગણાય છે. આ હનુમાનની દેરાની સામે એક ચિતરા ઉપર વૃક્ષની છાયા નીચે બે દેરીઓ છે તેમાં પગલાં છે. અહીં પાણીની પરબ બેસે છે. ઉપર ચડતાં થાકેલ યાત્રાળુ અહીંથી સ્વચ્છ અને ઠંડી પવનલહરીઓથી પિતાને શ્રમ ભૂલી જાય છે. અહીંથી ગિરિરાજને ભેટવાના બે માર્ગ પડે છે. એક રસ્તા નવ ઢેક તરફ જાય છે અને બીજો મોટી ટૂંકમાં દાદાની ટૂંક તરફ જાય છે. જેમને પહેલાં નવ ટૂંક કરીને પછી મોટી ટૂંકમાં જવું હોય તેઓ નવ ટૂંકના રસ્તે જાય છે. માટી ટૂંકને રસ્તે
મોટી ટૂંક તરફ જતાં જમણા હાથ તરફ પર્વતની ઊંચી ભેખડ આવે છે અને ડાબા હાથ તરફ બાંધેલી પાળ આવે છે. થોડે દૂર જતાં જમણા હાથ તરફ, ભેખડમાં ત્રણ કાઉસગ્ગીયા મૂર્તિ કોતરેલી આવે છે. આ મૂર્તિઓ જાલી, માલી અને ઉવયાલી મેક્ષે ગયા તેમની છે. અહીંથી આગળ જતાં કિલ્લો આવે છે. આ કિલે નવ ટૂંક સહિત બધાં તીર્થસ્થાનેની ફરતે બાંધવામાં આવેલ છે. આ કિલ્લામાંથી અંદર પેસવાના પ્રથમ પ્રવેશદ્વારને રામપળની બારી કહે છે. વિ. સં. ૧૯૩૯ માં જ્યારે ગિરિરાજ ઉપર આશરે ચાલીસ હજાર યાત્રાળુઓ ભેગા થયા તે વખતે આવજાવ માટે પડતી સંકડાશના કારણે આ બીજી બારી મૂકવામાં આવી હતી. અહીં બારીની બહાર પાણીની પરબ બેસે છે.
અહીં તીથાધિરાજને પહોંચવાને માર્ગ પૂર્ણ થાય છે અને યાત્રાળુ તીર્થાધિશાજનાં જિનમંદિરે જુહારવા લાગે છે. હવે આપણે રામપેળ તરફ વળીએ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com