________________
શ્રી શત્રુંજય
: ૪૨:
[ જૈન તીર્થને ડુંગરની તળેટીથી ગઢમાં જતાં મેટા રસ્તા 'ના નામથી ઓળખાતા રસ્તે, તેમાં આવેલી હૈયારી (Parapet) સાથે દરબારની કઈ પણ જાતની પરવાનગી સિવાય પિતાના ખર્ચે સમરાવવા અને સારા રાખવાની જેની સત્તા છે અને જાહેરના ઉપયોગ માટે તે ખુલે રહેશે. * * * કેન્ડીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે
નેતર પવિત્ર સ્થાને, ઈંગારશા પીર વગેરે જે શત્રુંજય પર આવેલાં છે તેને અમલ અને વહીવટ જનોના હાથમાં રહેશે. x xx ગઢની અંદરના મંદિરો અને કે તથા ડુંગર ઉપરનાં બીજાં ધર્મસ્થાને જોવા આવનાર બહારના માણસોએ કેમ વર્તવું તે વિષે યોગ્ય નિયમ કરવાનો તેનોને હક્ક રહેશે, પરંતુ જેનેતર ધર્મસ્થાનને અંગેના નિયમો તેમની યોગ્ય ભક્તિમાં દખલ કરે તેવા ન લેવા માટે સંભાળ રાખવામાં આવશે. x x x x x ન મંદિરમાં મૂતિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાંઓ અને ઝવેરાત આણંદજી કલ્યાણજીની પેઢી લાવશે તે ઉપર દરબાર તરફથી કંઈ પણ જગાત લેવાશે નહિ. જે વસ્તુઓ ઉક્ત ઉપયે ગ માટે છે એમ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ જણાવશે તે ઉપર જગત માફ કરવામાં આવશે.”
આ આખું કરારનામું ઘણું જ મોટું અને લાંબું છે, જે કાયદાશાસ્ત્રીએ વાંચીને વિચારવા જેવું છે. અત્યારે આ કરારનામા મુજબ જેને પાલીતાણા ઠાકોર સાહેબને વાર્ષિક ૬૦૦૦૦ આપે છે. આ કરાર ૩૫ વર્ષની મુદતને છે.
શત્રુંજયને આ સંક્ષિપ્ત ઇતિહાસ આપે છે. આમાં મુખ્ય કાર્યકત્ર સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે. આ પેઢીના સ્થાપક અમદાવાદના નગરશેઠ રોઠ પ્રેમાભાઈ હેમાભાઈ છે. તેમને ટૂંક ઈતિહાસ પણ આપણે જાણી લેવા જેવો છે.
શેઠ શાંતિદાસ કે જેમને શત્રુંજય તીર્થ અને તેની રક્ષા માટે પાલીતાણું પરગણું, પાદશાહ મુરાદબક્ષે ભેટ આપ્યું હતું તે શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ અને તેમના પુત્ર ખુશાલચંદ થયા. તેમણે સં. ૧૭૮૯ (ફીજરી ૧૧૩૭)માં મરાઠાઓ અમદાવાદને લુટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી, ગાંઠના પૈસા આપી મરાઠાની કે જેના મોરચા ઉઠાવી લેવરાવ્યા. તે ઉપરથી શહેરના મહાજનોએ એકત્ર થઈ તેમને હમેશને હક્ક કરી આપે કે-જેટલો માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે ચાર આના તે શેઠ તથા તેમના સંતાનને આપતા રહીશું. આ હકને બદલે હાલ શેઠ પ્રેમાભાઈના સમયથી સરકારી તીજોરમાંથી રે. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં બાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેઠ અમદાવાદના નગરશેઠ ઠર્યા અને શહેરનાં મોટાં મહાજનેએ તેમને નગરશેઠ માન્યા. આ કુટુમ્બ કહિતને માટે અને વિશેષે કરીને જેન ધર્મની પુષ્ટિ કરવા માટે બુદ્ધિ અને ધનના સદુપયોગ કરવા માટે નામાંકિત થયેલું તેથી
૧. આ બધાનો છૂટક છૂટક પરિચય આગળ આવી ગયો છે, છતાં સરલતા ખાતર ( ભલેપમાં સળખ ઇતિહાસ નહીં આપે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com