SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૨૬ : [ જૈન તીર્થાના આ વચનાથી સમરાશાહના શત્રુંજયદ્વારની પ્રતિષ્ઠા શ્રી રત્નાકરસૂરિજીના જ હાથે થઈ હતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પછી ૧૩૭૫ માં સસરાશાહના પિતા–દેશલશાહે શત્રુંજયની પુન: યાત્રા કરી હતી. સમરાશાહ પાટણ આવ્યા પછી દિલ્હીના સુલતાન કુતુબુદ્દીનના આમંત્રણને માન આપી દિલ્હી ગયા. ત્યાં તેમણે ગ્યાસુદ્દીનને સમજાવી બંદીવાન તરીકે રાખેલા પાંડુદેશના સ્વામી વીરવલ્લ(ખીરખલ)ને મુક્ત કરાવ્યે. આઇશાહના ફરમાનથી ધર્મવીર સમરસિ ંહ હસ્તિનાપુરમાં સઘપતિ થઇ શ્રી જિનપ્રભસૂરિ સાથે તીર્થયાત્રા કરી. બાદમાં સમરસિંહ તિલંગદેશમાં ગયા. સુલતાન ગ્યાસુદ્દીનના પુત્ર ઉલ્લખાને તેમને વિશ્વાસપાત્ર અને ભાઇ તરીકે સ્વીકારી તિલૈંગના સૂએ બનાવ્યેા. ત્યાં તુર્કોમુસલમાનાએ પકડેલા સેંકડા હિંદુ કુટુબેને મુક્ત કરાવ્યા. ઉરગલ ( વરગલ ) પ્રાંતમાં શ્રાવકોને વસાવી, તે પ્રાંતમાં નૂતન જિનાલયેા બનાવી જૈન ધર્મની પ્રભાવના કરી. સમસિહુ સ. ૧૩૯૩ પહેલાં સ્વસ્થ થયા, ભયંકર મુસલમાની સમયમાં સમસિ ંહે એક મહાપુરુષ તરીકે કાર્યં કરી જૈન શાસનની મહાન્ પ્રભાવના કરી છે અને એટલા જ માટે શ્રી અખદેવસૂરિજી સમરારાસમાં લખે છે કે— હિવ પુણ નવીય જ વાત જણ દ્વીહાડ ટ્વાહિલ ખત્તિય ખગ્ગુ ન લિતિ સાહસિયહ શાહ મુગલઇ તિણિ હિંણિ તુિ ક્રિકખાઉ સમરસીહ જિણધમ્મવણિ તસ ગુણ કરઉં ઉદ્યોઉ જીમ અધારઇ ટિકણિ સમરાશાહ સંબંધી વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ સમરાસસેા, નાભિનંદ નાદ્વાર પ્રમ’ધ, શત્રુજય તીર્થોદ્ધાર પ્રખ'ધ, ઐતિહાસિક પ્રબ ંધ, શત્રુજય પ્રકાશ વગેરે ગ્રંથા જોવાં. શ્રીમાન્ જિનવિજયજી લખે છે કે શત્રુંજય ઉપર સમરાશાતુ અને તેમની પત્નિની મૂર્તિ પણ છે. કર્માશાહના સાળમા ઉલ્હાર— ધર્મવીર સમરાશાહના ઉધ્ધાર પછી ઘેાડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રુજય ગિરિરાજ ઉપર પુન: ભયંકર હુમલા કર્યાં અને મૂલનાયકજીનું બિંબ ખડિત કર્યું". ઘણાં વષા સુધી આ સ્થિતિ ચાલી—ખંડિત (ખખ પુજાયું. આખરે સ. ૧૫૮૭ માં દાનવીર અને ધર્મવીર કમાશાહે ગિરિરાજ ઉપર મહાન્ ઉધ્ધાર કરાવ્યા. શત્રુંજયના આ ઉધ્ધાર પહેલાંની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીમાન્ જિનવિજયજી અસરકારક શબ્દોમાં આ પ્રમાણે લખે છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy