________________
ભજિલપુર
: ૫૩૮ :
[ જૈન તીન ત્યાં સામે જ એક ઝાડના થડમાં જિનવરેજની ખંડિત મતિ જોઈ. ત્યાં સામે એક માતા-દેવીનું મંદિર છે, જ્યાં બકરાં અને પાડાને બલિ દેવાય છે. મંદિરની બહાર ચગાન છે જ્યાં ઝાડના થડમાં રહેલ જિનેશ્વરની મૂર્તિ દષ્ટિપથમાં દેખાય છે. ત્યાં જ વધુ થાય છે. અહિંસાના અવતાર, કરુણાના સાગર સામે નિર્દોષ પશુઓને બલિ દેવાય એ પણ અવધિ જ લેખાય! તે દિવસે આવેલ બકરાંને અમે તેમના માલિકોને અને પંડાઓને સમજાવી છવિતદાન આપ્યું. નવ બકરાં જીવતાં ઘેર ગયાં. પંડાઓને ઘણું સમજાવ્યું કે આ જેનેનું સ્થાન છે. અહીં હિંસા ન થાય પણ તેમણે કહ્યું કે આના ઉપર અમારા સો ઘરની રોજી છે તેનું કેમ ? આ દેવી પણ જૈન શાસનદેવી જ છે. જે અહીં પુનઃ જીર્ણોદ્ધાર થાય તે પંડાઓ માને તેમ છે. ત્યાંથી આગળ થેડે દૂર એક મોટું વિશાલ સરોવર છે, જેમાં લાલ કમલ થાય છે. તળાવમાં વચ્ચે જિનેશ્વરની પાદુકાવાળ માટે પર છે. પાવાપુરીના જલમંદિરનું અનુકરણ છે, પરંતુ જેનેના આવાગમનના અભાવે તે કાય પૂરું નથી થયું, ત્યાંથી ઉપર બીજી પહાડી ઉપર ગયા ત્યાં ખંડિત જિનમંદિર અને મૂતિ જે ઈ. ત્યાંથી આગળ જતાં પહાડમાં કરેલી દશ તાઅર જિનમતિઓનાં દર્શન કર્યા. આખા પહાડમાં આ સ્થાન શુદ્ધ અને પવિત્ર છે. કેઈ રડ્યાખડ્યો યાત્રી આવે છે. મૂતિઓ નાની પણ સુંદર છે. આ સ્થાનથી પણ થડે દૂર આકાશવાણીનું સ્થાન છે. આખા પહાડમાં ઊંચામાં ઊંચું સ્થાન આ જ છે. જાણે આકાશ સાથે વાત કરતું હોય તેવું દેખાય છે. ઉપર ચઢવામાં જાનને નુકશાન થાય તેવું છે. સાહસ કરી ભકિત અને પ્રેમથી પ્રેરાઈ અમે ઉપર ચઢયા, શાસનદેવની કૃપાથી વધે તે ન આવ્યું પરતુ ઉતરતાં તે યાદ કરી ગયા. સીધું નીચે ઉતરવાનું, લપસે તે ખીણમાં જ પડે, ઉપર જિનેશ્વરની પાદુકા છે. અહીં પ્રભુએ ઉપદેશ આપેલ તે સ્થાનને ઊંચામાં ઊંચું ગણી લે કે તેને આકાશવાણી કહે છે. ત્યાંથી નીચે ઉતરી ત્રણ પહાડી વટાવી સામેની પહાડી તરફ ગયા. જ્યાં એક ગુફામાં નવફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ છે. અજ્ઞાન લેકે તેને ભૈરવજી કહી સિંદુરથી પૂજે છે, નાળીએર ચઢાવે છે. અહીં હિંસા નથી કરતા, મૂર્તિ બહુ જ ચમત્કારી માને છે, મૂતિ બહુ સુંદર, પ્રભાવશાલી, તેજસ્વી, ભવ્ય અને મનોહર છે. હૃદય ઉપર શ્રીવત્સ છે. નીચે બે બાજુ સિંહ, વચમાં ધર્મચક્ર ( આવી મૂતઓ મથુરાના કંકાલી ટીલામાંથી ઘણી નીકળી છે જે અત્યારે લખનૌ અને મથુરાના મ્યુઝીયમમાં છે. કુશાનકાલીન કહેવાય છે) તેના ઉપર નાગરાજ(સર્પ)નું સુંદર આસન બનાવ્યું છે. શિલ્પકારે પિતાની સંપૂર્ણ કલાને ઉપયોગ કરી આસન બનાવ્યું છે, અને તે એવી કુશલતાથી કે લંછન પણ જણાય અને આસન પણ ન બને. - દર વર્ષે હજારો યાત્રિઓ અહીં આવી યથાશક્તિ ભક્તિથી પ્રભુ ચરણ ધન ધરે છે, નિવેદ્ય ચઢાવે છે અને સિંદુરથી પૂજે છે. ત્યાંય ડે દૂર નાની ગુફામાં એક નાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com