SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - . - - - - - - - ઇતિહાસ ] : ૫૧૭ : મથુરા રહ્યા. તેમણે નગર અધિષ્ઠાત્રી કબરે દેવીને પિતાના તપોબલ અને ઉત્તમ ચારિત્રથી પ્રતિબધી જૈન શ્રાવિકા બનાવી, પછી તેણે મુનિરાજે કહ્યું-આપનું અભિણકાર્ય મને ફરમાવે. મુનિરાજેએ કહ્યું કે અમને સંઘસહિત મેગિરિની યાત્રા કરાવે. દેવીએ કહ્યું-એટલું મારું સામર્થ્ય નથી, પછી તેણે મેરુગિરિ સમાન સુંદર સ્તૂપની ત્યાં જ રચના કરી. સંઘે શ્રી સુપાર્વજીની પ્રતિમા સ્થાપી. આ રસ્તૂપ ઠેઠ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી રહ્યો. એક વાર ત્યાંના રાજાએ ભગ્રસ્ત બની આ સૂપ તેડવા પ્રયત્ન કર્યો. પરિણામે રાજા મૃત્યુ પામ્યા. સર્વજ્ઞ સર્વદશી થયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન્ અહીં પધાર્યા અને દેવેએ સમવસરણ રચ્યું. પછી નગર અધિષ્ઠાત્રી દેવીએ ભાવી પડતે કાળ જાણું સંઘાજ્ઞા લઈ રન-સુવર્ણમય મેરુ સ્તૂપને ઈટેથી આચ્છાદિત કરી દીધો અને જણાવ્યું કે બહાર પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની તમે બધા પૂજા કરજે. સંઘે એ વાત સ્વીકારી. ભગવાન મહાવીર સ્વામી પછી તેરસો વર્ષ જવા પછી મહાપ્રભાવિક શ્રી અપભટ્ટસૂરિજીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની પ્રભાવના કરી. બાદ સંઘે તરફ પથરથી આ સૂપને ઢાંકી દઈ હજારે જિનપ્રતિમાઓ અને દેવકુલિકાઓ સહિત સુંદર જિનમંદિર સ્થાપ્યું. આચાર્ય આર્યસ્કંદિલાચાર્ય ઉત્તરાપંથના વેતાં બર જૈન શ્રમણ સંઘને મથુરામાં એકત્ર કરી ૮૪ આગમની વાંચના કરી હતી, જેના મરણરૂપે ચોરાશીનું મંદિર આજ પણ વિદ્યમાન છે. મથુરામાં આગામી ચોવીશીમાં અમમ નામના બારમા તીર્થંકર થનાર શ્રી કૃષ્ણ જીને જન્મ અહીં થયે હતે યક્ષ બનેલા આર્યમંગુ આચાર્યનું અને ચેરના જીવ હુંડીજ યક્ષનું મંદિર બનેલું છે. મથુરામાં પાંચ સ્થલે છે. અકસ્થલ, વીરસ્થલ, પદ્મસ્થલ, કુશસ્થલ અને મહાસ્થલ. મથુરામાં શ્રી બપ્પભટ્ટસૂરિજીએ મહાવીર જિનબિંબની સ્થાપના કરી હતી. આ સિવાય પૂર્વકાલમાં અનેક મહાપુરૂષ-આચાર્ય અહી થયા છે. વિશેષ માટે જુઓ જૈન સાયપ્રકાશની પહેલા વર્ષની ફાઈલ-મથુરાકલ્પનો અનુવાદ.નામને મારો લેખ તથા વિવિધ તીર્થંકલ્પમાં મથુરાકલ્પ. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરીશ્વરજી મથુરામાં પધાર્યા ત્યારે પર૭ સ્તૂપના અને અનેક જિનમંદિરનાં દર્શન-વંદન કર્યાનો ઉલ્લેખ હીરસૌભાગ્યકાવ્ય સ ૧૪ માં મળે છે. આ રતૂપે વગેરે ઔરંગઝેબના જમાનામાં નાશ પામ્યા; કેટલાંયે જેન મંદિર અને મૂતિઓ જમીનમાં દટાઈ ગઈ. ઈ. સ. ની ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય વિદ્વાનેએ અહીં ખે દકામ કરાવતાં મથુરાના કંકાલીટીલામાંથી વસ્ત જૈન મંદિર તેનાં શિખરે, ગભારા અને અનેક જૈન મૂતિઓ ની બી જે ત્યાંથી ઉપાડી લખનૌના * લખનૌમાં મ્યુઝીયમથી ૧ ફલીંગ દૂર યુ. પી. ની ધારાસભાને પુરાણો હલ કે જેને કેસરબાગ કહેવામાં આવે છે. તેમાં મથુરાથી મંગાવેલી અનેક જૈન મૂર્તિઓ છે. સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy