SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરા [ જૈન તીર્થોને હીરવિજયસૂરિજીને રતૂપ-પાદુકાની દેરી પણ દર્શનીય છે. કમ્પાઉન્ડની બહાર દાદાજીના પગલાંની દેરી છે. આ બાગ હીરાનંદ નીહાલચંદે બંધાવ્યો હતે. આગ્રામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરમાં પાછળના ભાગમાં માં પ્રાચીન કાલીન, કે જે વખતે . દિના ભેદ નહોતા પડ્યા તે વખતની પરંતુ શ્વેતાંબર આચાર્ય પ્રતિષ્ઠિત શ્રી શીતલનાથજીની વિશાલ સુંદર મૂતિ છે. આ જેનેતર બધાય નમે છે. વિ. સં. ૧૮૧૦માં પં. શ્રીકુશલવિજયજીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે જેને શિલાલેખ પણ વિદ્યમાન છે. બાજુમાં અષ્ટાપદજી શાંતિનાથજીનું દેર છે તેની બાજુમાં ચૌમુખજી છે. જે ઉ. શ્રી વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત છે. બહારના ભાગમાં ચેકમાં શ્રી જગદ્ગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે તેમજ શ્રી પાર્શ્વનાથજી વિગેરે પ્રભુજીની મૂતિઓ છે, આ મંદિરની વ્યવસ્થા વેતાંબર શ્રી સંઘ સંભાળે છે. પૂજનવિધિ તાબરી જ થાય છે. અંગરચના, મુગુટ આદિ ચઢે છે. આખો રોશન મહોલ્લે ભવેતાંબર જૈનસંઘને શ્રી ચિતામણજીના મંદિર માટે અર્પણ થયેલ હતું પરતુ . સંઘની વસ્તી ઘટી, આપસમાં અનેકય અને કમજોરીના કારણે થોડાં મકાન સંઘના હાથમાં છે. અહીંને શ્રી સંઘ મથુરા તીર્થ અને શૌરીપુર તીર્થ સંભાળે છે. બેલનગંજમાં શ્રી વિજયધલક્ષ્મી જ્ઞાન મંદિરને બહુ જ સુંદર પુસ્તકસ ગ્રહ છે. વ્યવસ્થા સારી છે. આ સિવાય ધર્મશાળા અને પ્રેસ પણ તેમને જ છે. આગ્રા આવનાર યાત્રિકોએ આગ્રાફર્ટ ટેશન ઉતરવું. ત્યાંથી પાંચ જ મીનીટને રાતે રોશનમહેલામાં જૈન શ્વેતાંબર ધર્મશાળા છે. વ્યવસ્થા સારી છે. બાબુજી શ્રીયુત દયાળચંદજી જૌહરી વ્યવસ્થા સારી રાખે છે. મથુરા ઉત્તર ભારતની પ્રાચીન કાશીન જે પુરી હતી. સાતમાં તીર્થકર શ્રી સુપાર્શ્વ નાથજના શાસનકાલથી મથુરા તીર્થરૂપ બન્યું હતું. વિવિધતીર્થંક૯૫માં શ્રી જિનપ્રભસૂરીશ્વરજી આ સંબંધી જણાવે છે કે–શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાલમાં ધર્મરચી અને ધર્મઘોષ નામના બે મુનિ મહાત્માઓ અહીં પધાર્યા અને ચાતુર્માસ * શ્રી શીતલનાથજીની દેરેનું પચરંગી કામ આમા શ્રી તાંબર સંઘે બહુ જ સુંદર કરાવ્યું છે, જેમાં હજાર રૂપિયા ખર્ચ કર્યો છે. ખાસ દર્શનીય સ્થાન છે. આગ્રામાં ત્રણ કલેજે, દાલબાગ, સિકન્દરા, એ માદપુરા વગેરે જોવાલાયક સ્થાન છે. આમાથી ૨૨ માઈલ દૂર ફત્તેહપુરસિટી છે જ્યાં શ્રી હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને મળ્યા હતા તે જ આ ફત્તેહપુર સિક્રી. જૈન સાધુઓને ઉતરવાનું સ્થાન અત્યારે પણ દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy