________________
લખની : ૫૧૦ :
[જેન તીર્થોને 0 14 પ્રતિમાજી ભવ્ય છે. લેખ નથી ઉકલતો. J 16 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપરથી નીચે મુજબ લેખ અમે લીધે છે.
સંવત ૨૨૩૪, કી લેત દવા છો, માશુ સંબી, સહતિ (1) નિધિત પ્રતિમાની આની નીચે વસ્ત્રધારી સાધુઓ ભકિતભાવે અંજલિ જેડી ઊભા છે. બહું જ કમ્ય અને મનહર લાગે છે.
ચારે બેઠી પ્રતિમાઓ એક જ સમયની અને સમાન આકૃતિવાળી જ હશે; પરતુ કેઈ કારણવશાત્ ત્રણ પ્રતિમાઓ ન રહેવાથી થોડા જ સમયમાં બીજી મૂર્તિઓ બનાવરાવી તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે.
યદ્યપિ પ્રતિમાઓ તે ચારે મનોહર છે કિન્તુ ૧૪૩ નંબરવાળી પ્રતિમામાં તે કોઈક કલાધર વિધાતાએ પરમ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષાત પ્રભુતાને ઉતારી છે એમ કહું તો ચાલે. તેનું હૃદયંગમ હાસ્ય, અમૃત ઝરતું કાંઈક નમણું અને ખલું નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેવું. તીથાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુથી સહેજ નાની આ ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂતિઓ માટેનું સ્થાન મ્યુઝીયમ લાછમ નથી પરંતુ પર્વતના શિખર ઉપર બિરાજમાન આલેશાન ગમનચુખી જિનમંદિર જ છે.
J 17 પ્રભુ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છે.
5 879 પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરજનું જ મનહર આસન અને ધરણેન્દ્રની સેવા આદિ દશ્ય બહુ જ રળીયામણું લાગે છે.
J 286 નાની સુંદર મુખ છે. આકૃતિ નાની છે પરંતુ વૈરાગ્ય અને શાન્તિના ઉપદેશામૃતનો ધધ વહેવરાવતી એ મૂર્તિઓ છે.
J 636 હરિણગમેપી દેવ દેવાનંદાની કુક્ષીમથી ભગવાન મહાવીરને હસ્તસંપુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની કુક્ષીમાં પધરાવવા લઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક બાજુ મનહર શય્યામાં દેવાનંદા સૂતા છે. બીજી બાજુ રાજ ભુવનમાં પથંકશધ્યામાં ત્રિશલાદેવીજી સૂતાં છે. આણંદથી પરમ શાન્તિમાં લીન હોય તેમ નિદ્રાવસ્થ માં સૂતાં છે. પાસે દાસીઓ સૂતી છે. વચ્ચે હરિણગમેલી દેવી પ્રભુ વીરને ભક્તિથી હસતા ઉપાડીને દેવરાણું ત્રિશલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દશ્ય છે કે શિલ્પી જાણે તે સમયે દષ્ટ રૂપે હાજર જ હોય ને દેવાનંદાના, ત્રિશલાદેવીના અને હરિણગમેથીના ભાવે જોયા હોય, સ્થિત્યંતર, પરાવર્તન નજરે નિહાળ્યું હોય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત્ કરાવી છે. આ ચિત્રપટ શોધતાં અમને એક કલાક થયે હતે; પથ્થર ટટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારી ધારીને જોયું ત્યારે જ એનાં દર્શન થયાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com