________________
મંદારહિલ
[ જૈન તીર્થોને પૃષચંપાની સાથે મળી આ ચંપાનગરીમાં ત્રણ ચાતુર્માસ કરી ભગવાને સમવસરણમાં બિરાજી ઉપદેશ આપે હતે.
આ નગરીમાં પાંડુકુલમંડન મહાદાની કર્ણદેવ રાજા થયે હતું. તેના સમયનાં શૃંગારકી વગેરે હાલમાં પણ વિદ્યમાન છે.
સુદર્શનશેઠનું શૂળીસિંહાસન અહીં જ થયું હતું.
ભગવાન મહાવીરદેવના દશ મુખ્ય શ્રાવકેમાંના કામદેવ શ્રાવક આ નગરીના જ હતા. પાષધમાં મિથ્યાદષ્ટિદેવે તેમને ભયંકર ઉપસર્ગ કરાવેલા; તેઓ અક્ષોભ્ય રહ્યા અને ભગવાન શ્રી મહાવીરદેવે સમવસરણમાં તેમની પ્રસંસા કરી.
કુમારનંદી સુવર્ણકાર આ નગરીને જ હતો. મૃત્યુ પછી પંચશેલપર્વતને અધિપતિ થયા. બાદ પૂર્વભવના મિત્ર કે જે દેવ થયે હતું તેના ઉપદેશથી પ્રતિબોધ પામી શીષચંદનમય અલંકારથી વિભૂષિત જીવંતસ્વામી દેવાધિદેવ મહાવીર પ્રભુની પ્રતિમા બનાવી,
આ નગરીમાં પૂર્ણભદ્રત્યમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું હતું કે-જે અષ્ટાપદ તીર્થયાત્રા કરે તે તદ્દભવક્ષગામી હેય. - ભગવાન શ્રી મહાવીર દેવને પાલીત નામનો શ્રાવક અહીં થયે. તેને સમુદ્રપાલ નામને છોકરો સમુદ્રની યાત્રાએ જતા સમુદ્રમાં પડી ગયે. તેને વધ કરવા લઈ જતા જોઈ પ્રતિબોધ પામે અને દીક્ષિત થઈ મોક્ષે ગયે.
આ નગરીને શ્રાવક સુનંદ સાધુઓનાં મલ અને દુર્ગધ જોઈ તેની નિંદા કરતે હતું તે મરીને કૌશામ્બી નગરીમાં ગૃહસ્થને ત્યાં જો . બાદ દીક્ષા લીધી. શરીરમાં દુધી ઉત્પન્ન થઈ. કાર્યોત્સર્ગથી દેવતાને આરાધી પિતાનું શરીર સુગંધમય બનાવ્યું.
મંદારહિલ અજીમગંજથી ચંપાપુરી જતાં મંદારહિલ વચમાં આવે છે. ભાગલપુરથી નવી નાની લાઈન નીકળી છે જેનું અંતિમ સ્ટેશન મંદારહીલ છે. મંદારહીલથી ચંપાપુરી ૧૬ ગાઉ–૩ર માઈલ દૂર છે.
મંદારગિરિ ઉપર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે. ચંપાન ગરીને પ્રાચીન વિતાર અહીં સુધી ગણાય છે. પહાડની નીચે બાંસીગામ છે. ત્યાંથી શા માઈલ લગભગ પહાડ છે. પહાડને ચઢાવ લગભગ ૧ માઈલથી ઓછા છે. ઉપર બે મંદિરે છે. ત્યાં શ્રી વાસુપૂજ્ય પ્રભુની પાદુકા છે. પાદુકા જીર્ણ છે, મંદિરજી પણ જીર્ણ થયેલ છે. આ તીર્થ પહેલાં હતું તે શ્વેતાંબર જૈન સંઘની વ્યવસ્થા માં. હમણાં ત્યાં શ્વેતાંબર જૈન વસ્તીના અભાવે દિગંબરે વ્યવસ્થા કરે છે. આ તીર્થ શ્વેતાંબરનું હતું એમાં તે સંદેહ જ નથી. આજથી ત્રણસો વર્ષ પહેલાં યાત્રાળે આવેલ વિદ્વાન જૈન સાધુ આ તીર્થ માટે આ પ્રમાણે લખે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com