SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીને મહારાજા કુમારપાલ શત્રુંજયની યાત્રા કરી હતી અને તેમના જ મંત્રી બાહડે કુમારપાળના સમયે જ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યા હતા. આ ઉધ્ધાર વિ. સં. ૧૨૧૧ અથવા ૧૨૧૩ મા થયે હતા અને તેમાં એક કરોડ સાઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો એમ મેગસૂરિ “પ્રબંધ ચિંતામણિમાં જણાવે છે. જ્યારે ઉપદેશસપ્તતિકામાં ૨ કરેડ ૯૭ લાખ રૂપિયા ખર્ચ થયાને ઉલ્લેખ છે. મહામંત્રી વસ્તુપાલ શત્રુંજયની સંધપતિ તરીકે સાડીબાર વાર યાત્રા કરી હતી. આ તીર્થમાં તેમણે ૧૮ કરોડ, ૯૬ લાખ રૂપિયાનો વ્યય કર્યો હતે. આ તીર્થમાં તેમણે અહી ઈન્દ્રમંડપ, પાર્શ્વ નેમિજિન મંદિર, શાબમઘમ્મ, અંબા વગેરે શિખરો (ટુંક) કરાવ્યાન, ગુરુ, પૂર્વજ, સંબંધી, મિત્રેની તથા ડેસ્વાર તરીકે પિતાની અને પિતાના નાના ભાઈ તેજપાલના મૂતિઓ કરાવ્યાના સુવર્ણમય પંચ કલશે સ્થાપાળ્યાના, પૂવક્ત બને મંદિરમા બે સુવર્ણદંડ અને ઉજજવલ પાષાણુમય મનહર બે તારણ આખ્યાના ઉલ્લેખો ધમાં યુદય, સુકૃત સંકીર્તન, કાતિકૌમુદી, સુકૃતકાર્તિકલેલાના વગેરેમાં ઉલ્લેખ મળે છે. વિશેષમાં વરધવલરાજા પાસે આ તીર્થની પૂજા માટે અર્ક પાલિતક (અંકેવાળીયા) ગામ અપાવ્યું હતું. જુઓ નીચેને લોક अर्कपालीतकं ग्राममिह पूजाकृते कृती। श्रीवीरधषक्षक्ष्मापाद दापयामास शासने । (धर्माभ्युदय ) મંત્રીશ્વરે પાલીતાણામાં લાલતાંગ નામનું સરોવર બંધાવ્યું હતું. મંત્રીશ્વર તેજપાલે નંદીશ્વર તીર્થની રચનાનું મંદિર કરાવ્યાના અને અનુપમ સરોવર (વિ. સં. ૧૨૬ પહેલા ) કરાવાના પણ ઉલ્લેખ મળે છે. ઈતિહાસપ્રસિધ્ધ માંડવગઢના મંત્રી પથકુમારે ૮૦ સ્થાનમાં જિનમંદિર કરાવ્યાં, તેમાં શત્રુંજય તીર્થ પર કેટકેટ જિનેંદ્ર મંડપ સાથે શ્રી શાન્તિજનની વિ. સં. ૧૩૨૦ લગભગમાં પ્રતિષ્ઠા કરી હતી. દાનવીર જગડુશાહ (વિ, સં, ૧૩૧૩ થી ૧૩૧૫) વિમલાચલના શિખર ઉપર अन्यदा सिद्धभूपालो निरपत्यतयादितः तीर्थयात्रा प्रचक्रमानुशनत्वादचारतः, हेमचन्द्र. प्रभुरतत्र महानीयत तेन च पिना चन्द्रमसं किस्यान्नीलोत्पलमतन्द्रितम् । सम्मान्य तांस्ततो राजास्थानं सिंहासना( सिंहपुर )भिधम् ।। दत्त्वा द्विजेभ्य आरूढ श्रीमच्छर्बुजये गिरी, श्रीयुगादिप्रभुं नत्वा तत्राभ्यर्च्य च भावतः । मेने स्वजन्म भूपालः कृतार्थमिति हर्षभूः, ग्रामद्वादशकं तत्र ददौ तीर्थस्य भूमिपः ।। ( પ્રભાવ ચરિત્ર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy