SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ચ‘પાપુરી : ૪૯૪ : [ જૈન તીર્થાના “ પહેલાં આ દિગંબરી મદિર નહાતુ'. માત્ર આ માણેકસ્થ'ભ અને પાદુકા હતી. ધીમે ધીમે નાની વસ્તી ઘટવાથી પૂજારી બ્રાહ્મણના કબજામાં પાદુકા આવી. તેણે પાદુકા પેાતાને ઘેર લઈ જઈને લાવવાની ગે!ઠવઘુ રાખેલી અને દર્શન નિમિત્તે યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવતા હતા. પછી ત્યાંના દિગબરાએ તેને અમુક રૂપીઆ અને બીજી લાલચ આપી પાદુકા કબ્જે કરી. જો કે પાછળથી તેની સાથે કાંઈક ઝઘડા થએલા, પરન્તુ સમાધાન કરી લઈ ત્યાં મ ંદિર ખંધાવ્યું અને પાદુકા એસાડી, અમુક સમય બાદ ત્યાં મૂત્તિ પધરાવી દિગબર મદિર કરી દીધુ એ બ્રાહ્મણના વંશજો અદ્યાવિધ પાદુકા સન્મુખ ચઢતી દરેક વસ્તુ લઈ જાય છે. બીજી મંદિર તા હમણાં જ બન્યું છે. ” વગેરે વગેરે. ગૃ અહીં અમને ૧૨૫-સવાસેા વર્ષની ઉમરવાળા એક બુઢ્ઢો મળ્યા હતા. ૧૮૫૭ ના પ્રસિદ્ધ બળવા વખતે તેની ઉમ્મર ૪૭ વર્ષની હતી. આ બુઢ્ઢાએ ચંપા નગરીના પ્રાચીન ઈતિઢ઼ાસ તથા ઘાં નવાં જૂનાં સ્થાના બતાવ્યાં. અમે પૂછ્યું; “ આ દિગમ્બર મન્દિરા કયારે બન્યાં ?” જવાબ મારા દેખતાં અને બન્યાં છે. આજે મન્દિરમાં એ મેટા થભ ઊભા છે તે શ્વેતામ્બર જૈનેના છે; તેમજ એક પાદુકા હતી જે એક બ્રાહ્મણુના કબ્જામાં હતી. જૈન યાત્રિઓને દર્શન કરાવતા અને જે આવે તે મધુ' લઇ જતા. ધીમે ધીમે ત્યાં ઓટા મધાન્ય પછી એ પાદુકા દિગમ્બર જૈનાએ વેચાતી લીધી અને તે જગ્યા પશુ વેચાતી લઇ મદિર બંધાવ્યું. અત્યારે પશુ તેના વંશજોને મંદિરમાં આવતાં બદામ, ચોખા, લવિંગ આદિ મળે છે.” અહીં એક પ્રાચીન કરણના કિલ્લો છે. તેમાં જૈન મદિર હતુ, પણ અત્યારે તે દેવીનું મંદિર છે. આ સિવાય મીજી પણુ માહિતી આપી હતી. આ માણસ અમને તે પ્રસિદ્ધ લાગ્યા. માસ બુદ્ધિશાળી અને વિચક્ષણ હતા. અમને તરત જ જૈન સાધુ તરીકે એળખ્યા. ઘણેા ઇતિહાસ જાણે છે. આવી જ રીતે મળવા વખતે ૧૭ વર્ષની ઉમ્મરવાળા બુઠ્ઠો મળ્યા. તેણે યુદ્ધને ઘણા નવીન ઈતિહાસ સભળાવ્યેા હતેા. આ બધા ઉપરથી એટલું' તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે અહીં શ્વેતામ્બર જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે. માણેકસ્થંભ અને પાદુકા વિગેરે શ્વેતામ્બર જૈનેાના હાથમાં હશે પરન્તુ મુગલાઇ હુલ્લડ વખતે જૈનેનુ' પ્રભુત્વ ઘટ્યા પછી દિગમ્બર જૈન દેવસીએ આ સ્થાનને દિગમ્બર સ્થાન તરીકે સ્થાપ્યું હશે. ત્યાર પછી વળી મરાઠી અને મુગલાઈ હુલડ વખતે તે પૂજારીના તાબામાં ગયું. તે પૂજારી દરેકને દર્શન કરાવતા-કરવા દેતા અને વૈષ્ણુવેને પણ દર્શન કરાવી પૈસા લેતા હશે. પછી દિગમ્બરએ પેાતાની સત્તાસમયે પાદુકા અને સ્થાન માણેકભ્યાસ વગેરે તેને ધન આપી પેાતાના કબ્જામાં કર્યું અને ધીમે ધીમે દરેક નાનું નહિં પણુ પેાતાનું તીથૅ સ્થાપવા દિગમ્બર મંદિર બંધાવ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy