________________
મુશિદાબાદ
: ૪૮૨ :
• [ જૈન તીર્થોને વિગેરે તમામ વહેવાર તે રસ્તે બંધ થઈ જાય છે અને વરઘોડાની અંદર બેટી રીતે ઘુસી ન જાય તે માટે બંને બાજુ પાંચ પાંચ પુટને અંતરે વાવટા ઝાલી લાલા દારી દરેક વાવટા સાથે ભીડાવી માણસે ઊભા રહે છે. આ વાવટા રંગબેરંગી સાટીન અતલસ વિગેરે સુંદર કપડાનાં અને સોનેરી રૂપેરી ઝાલરવાળા હોય છે, તેના વાંસડાઓ કેટલાક ચાંદીના મેળાવાળા હોય છે. વરઘોડે બરાબર સવારે ૧૧ વાગ્યે નીકળે છે અને સાંજરે સાડાચાર વાગ્યે નિર્ણય કરેલા મુકામે પહોંચે છે. વરઘોડાવાળા રસ્તાથી બન્ને બાજુનાં મકાનના તમામ માળા ઉપર અને છાપરાંઓ ઉપર સંખ્યાબંધ માણસે વરઘડે જેવા, નીચે પડી જવાની ધાસ્તી બાજુએ મૂકીને, બેઠેલા જોવામાં આવે છે. •
કાસીમબજાર કલકત્તા યાત્રા કરી આ પ્રદેશના મુખ્ય મ પુરી અજીમગંજના જિનમંદિરનાં દર્શન કરવા યાત્રાળુઓ અજીમગંજ આવે છે.
સાધુઓને તે કલકતાથી વિહાર કરતાં રસ્તામાં ઘણાં સ્થાનોએ અહિંસાપ્રચારનાં સ્થાને આવે છે. અજીમગંજ આવતાં મુશીદાબાદની પહેલાં કાસીમ બજાર આવે છે. અહીં પહેલા સુંદર ત્રણ જિનમંદિરે અને ત્રણસો શ્રાવકેનાં ઘર હતા. અત્યારે તે એક જિનમંદિરનું ખંડિયેર ઊભું છે. અહીંથી પ્રતિમા અછમગજ લાવ્યા છે. પં. સૌભાગ્યવિજયજી પોતાની તીર્થમાલામાં કાસીમ બજારમાં એક વિશાલ જિનમંદિર હોવાનું લખે છે, જુઓ –
મક્ષદાબાદથી આવ્યા કાસમ બજારે ભાવ્યા છે, ભાગીરથી તીહાં ગંગા પશ્ચિમ દિશિ મનરંગા હા. સુ. ૪
તિહાં હર એક વિશાલ, પ્રભુ ચરણ રસાલહે; સું. (પૃ. ૮૪). બાબુ બુધ્ધિસિંહજી દુધેરાયાએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યા ઉલ્લેખ મળે છે પણ અત્યારે તે મંદિર ખંડિયેરરૂપે જ ઊભું છે. ત્યાંથી મુર્શિદાબાદ જવાય છે.
મુર્શિદાબાદ-(મક્ષદાબાદ) મુગલાઈ જમાનામાં આ શહેર ઘણું જ આબાદ હતું અને અનેક કાઢ્યાધીશ જેનો વસતા હતા. બંગાલની તે સમયનો રાજધાની હતી. જગતશેઠ જેવા નામાં કિત પુરુષ અહીંજ ગૌરવ અને વૃદ્ધિ પામેલા આજ તે એ વૈભવવંતી રાજધાની ખંડિયેરરૂપે ઊભી છે. પુરાણ રાજમહેલે સહસ બારી ( જેમાં એક હજાર બારીઓ છે) પુરાણ મોગલ જમાનાના ચિત્રે, સિક્કા, હથિયારા, તથા લેખને સંસહ વગેરે જેવા ગ્ય છે. આ નગરીના જૈનની પુરાણી સાહાબીનું વર્ણન - સાધુઓએ આપ્યું છે, જેની ટૂંકી ધ આપુ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com