________________
લકત્તા
: ૪૮૦ :
[ જૈન તીર્થોને
ત્યારે તે અદ્દભૂત દશ્ય દેખાય છે. તેમજ રાત્રિના મંદિરના શિખર ઉપર નાના નાના વીજળી દીવા મૂકે છે અને તેનું પ્રતિબિંબ તળાવમાં પડે છે ત્યારે પ્રેક્ષકોના દિલમાં બહુ જ કુતુહલ અને આનંદ થાય છે. સામે જ મંદિર બંધાવતાર દાનવીર શેઠ રાયબદ્રીદાસજીનું હાથ જોડીને બેઠેલું બાવલું છેકહેવાય છે કે-શેઠળ જીવ્યા ત્યાં સુધી રોજ નિયમિત મંદિરમાં કંઈક કામ ચાલતું જ રહેતું હતું.
મંદિરની સામેના દાદાજીના બગીચામાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. તેમજ દાદાવાડીમાં-દેરીમાં મહાત્મા શ્રી રથલભદ્રજી વગેરેની તેમજ દાદા સાહેબની પણ પાદુકાઓ છે.
આ દાદાવાડીમાં કલકત્તાનો વરઘોડો ઉતરે છે. સ્વામીવાત્સલ્યનું જમણ થાય છે. કલકત્તાના જેને પણ અવારનવાર અહીં જમણ –સ્વામિવાત્સલયાદિ માટે આવે છે.
૬. આ મંદિરની બાજુમાં જ કપુરચંદ્રજી ભેળા બાબુનું શ્રી ચંદ્રપ્રભુનું મંદિર છે, જે વિશાલ અને સુંદર છે.
૭. બાબુ જીવણદાસ પ્રતાપચંદનું ઘર દેરાસરજી હેરીસન રોના મેડા ઉપર છે. આ ઘરદેરાસરમાં શ્રી શાંતિનાથની પ્રતિમા છે.
૮, બાંસવા સ્ટ્રીટમાં હીરાલાલ મુન્નાલાલના મકાનમાં કેસરીયાનાથજીનું ઘરમંદિર છે.
૯. માધવલાલ બાબુનું શ્રી સંભવનાથનું ઘર-દેરાસર ૧૦. શિખર પાડામાં હીરાલાલ મુક્કીમના મકાનમાં શ્રી પાશ્વનાથનું દેરાસર ૧૧. મુગી હટામાં ટાવર સામે માધવલાલ બાબુનું સંભવનાથનું ઘર-દેરાસર
૧૨. ધરમતલા સ્ટ્રેટમાં આવેલ ઈંડીયન મીરર સ્ટ્રીટમાં કુમારસિંહ હાલમાં બાબા પુરમચંદ્રજી નહારનું ઘરમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી આદિનાથની સુંદર પ્રતિમા છે. પાસેની બીજી દેરીમાં શ્રી શાંતિનાથજી ભગવાનની સ્ફટિકની પ્રતિમા છે, જમણી બાજુ શ્રી આદિનાથજીની સ્ફટિકની પ્રતિમા છે અને ડાબી બાજુ માં મહાવીરમભની સ્કટિકની મર્તિ છે. આ પ્રતિમાઓ સુંદર, ભવ્ય, વિશાલ અને દર્શનીય છે. ધાતમૂર્તિઓ પણ સારી અને પ્રાચીન છે.
આ સિવાય ત્યાં રહેલ ગુલાબકુમારી લાયબ્રેરીમાં પ્રાચીન હસ્તલિખિત * સુદર સચિત્ર પ્રતે, ચિત્રરહિત સાદી પ્રતે, સુવણાક્ષરી પ્રત, તથા અર્વાચીન
પુરતાનો સુંદર સંગ્રહ છે. પુરાતત્ત્વ વિભાગમાં અનેક શિલાલેખની કોપીઓ, સિક્કાઓ, મથુરાનાં ચિત્રની પ્રતિકૃતિ, કેટલાંક બાવલાં,-મૂતિઓને સુંદર સંગ્રહ છે. એક જૈનગૃહસ્થને ત્યાં અને સુંદર સંગ્રહ ખરે જ આશ્ચર્યજનક છે. કલકત્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com