________________
જીતાલુકા
[ જૈન તીર્થને જંગલ પણ છે. આપણે ક્યાં કેવળજ્ઞાનસ્થાન માની પૂજીયે છીએ ત્યાં ચેતરફ ચાલનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં હતાં, પરંતુ હમણું ચેડાં વર્ષો પહેલાં જ તે ઝાડે કપાવી નાખવામાં આવ્યા છે. એટલે અત્યારનું જમકગ્રામ એ જ સંભીય (જન્સક) ગ્રામ છે, અને અજુપાલ નદી એ જ ઋજુવાલુકા છે.
જે રથળે પ્રભુને કેવળજ્ઞાન થયું છે અને જે સ્થાને પ્રભુએ પ્રથમ દેશના આપી છે તે સ્થાનનું વાતાવરણ એટલું બધું શાંત અને પૂનિત છે કે આપણને ત્યાંથી ઉઠવાનું મન જ ન થાય, બાર બાર વર્ષે પર્યત ઘોર તપશ્ચર્યા કરી, જે સ્થાને ભગવાન શ્રી મહાવીરદેવે અણમલ રત્ન-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થાનના આણુએ અણુમાં હજી પણ અપૂર્વ શક્તિ ભરી છે. જે મહાપુરુષે કેવળજ્ઞાનરૂપી મહાન રન પ્રાપ્ત કરી તેને પ્રથમ પ્રકાશ જે સ્થાનેથી પ્રગટ કર્યો ત્યાં હજી પણ તેવા વાતાવરણનું મધૂરું ગુંજન ચાલતું હોય એમ ભવ્ય ભક્તોને જરૂર લાગે છે. જે સ્થાને પ્રભુ મહાવીરદેવે શુકલધ્યાનના બે પાયા વટાવી ત્રીજાને આરંભ કરી જે વખતે કેવળજ્ઞાનને સાક્ષાત્કાર કર્યો તે સ્થાને બેસી આપણને પણ તેમ કરવાનું મન તે થાય છે. પરંતુ માફીના એ લેક યાદ આવી જાય છે. આત્મવિશુદ્ધિની અપૂર્વ જડીબુટ્ટી અહીં ભરી છે. હદયને હચમચાવી મનુષ્યને પિતાના પૂર્વકૃત્યનું પુનઃ પુનઃ રમરણ કરાવી, પશ્ચાત્તાપના અગ્નિમાં તપાવી, આત્મવિશુદ્ધિ કરાવે તેવું પુનિત આ સ્થાનનું વાતાવરણ અદ્યાવધિ વિદ્યમાન છે.
આત્માથીઓએ અહીં આવી એક વાર અવશ્ય અનુભવ કરવા જેવો છે. બીજી નદીએ ઘણું હશે, શાંત વાતાવરણ પણ હશે કિન્તુ અહીંના વાતાવરણમાં જ કંઇક અપૂર્વ ભવ્યતા, કાંઈક તાઝગી અને પવિત્રતા ભરી છે, કે આત્માને અપૂર્વ વીર્ય ફેરવવા પ્રેરે, ઉચ્ચ અતીવ આદર્શને પ્રાપ્ત કરવા લલચાવે અને વિભાવ દશાને ત્યાગ કરાવી, સ્વભાવ દશામાં રમણ કરાવી, આધ્યાત્મિક સુખની સાચી ઝાંખી કરાવે તેવું આ સ્થાન છે. જે મહાનુભાવને બહિર્મુખ વૃત્તિઓને ત્યાગ કરી આંતરમુખદશા પ્રાપ્ત કરવી હોય, આત્મિક આનંદના અનહદ નાદને અનુભવ કરવો હોય તેઓ એક વાર અહી જરૂર આવે, ખાસ કરીને શ્વેતાંબર જૈન મંદિરથી પૂર્વ ઉત્તર તરફ એ એક માઈલ દૂર જઈ બેસવાથી, ડીવાર નિશ્ચિત મને ધ્યાન કરવાથી કંઈક અપૂર્વતાનું જ્ઞાન જરૂર થશે જ થશે.
આ સ્થાન પર કેટલાક મહાનુભાવે એમ કહે છે કે આ સ્થાપનાતીર્થ છે. અમારી દષ્ટિએ એ વાત લગારે સાચો નથી લાગતી. અહીંથી ભગવાન શ્રી મહાવીર દેવ પાવાપુરી ગયા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે-આ સ્થાનથી પાવાપુર ( અપાપાપુરી) ૧૦ એજન દૂર છે. આજે પણ પ્રાયઃ અહીંથી પાવાપુરી એટલી જ દૂર છે. પગરસ્તે લગભગ સે માઈલ દૂર અહીંથી પાવાપુરી છે. બાર જનની દષ્ટિએ આ વસ્તુ બરાબર મળી રહે છે. બીજુ જમગ્રામ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com