________________
પાવાપુરી
[ જૈન તીર્થોને અહીં નજીકના વનમાં શ્રી મહાવીર ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વણિકના કહેવાથી ખરક વિઘે ખીલા કાઢયા હતા તે વખતે ભગવાનને અતિશય પીડા થવાથી મોટી ચીસ પાડી, તેથી પર્વતમાં ફાટ પડી તે અત્યારે પણ થોડે દૂર વિદ્યમાન છે.
ભગવાન મહાવીર દેવના જ્ઞાન-સૂર્યના પ્રકાશ-કિરણે જગતમાં અહીંથી જ પ્રથમ ફેલાયાં હતાં. પ્રભુ શ્રી મહાવીર દેવને અહિંસા અને સત્યને ડિંડિમનાદ માનવજાતને આ સ્થાનેથી જ પ્રથમ મળ્યો હતે. માનવ જાતિની સમાનતાને મહામંત્ર આ સ્થાનેથી જ સંભળાયો હતો. તે વખતે બ્રાહ્મણશાહીએ ચલાવેલ ધર્મના પાખડે ઉપર પ્રથમ કુઠારાઘાત આ સ્થાનમાં જ થયો હતે. - જેમ જગતને શાંતિને મહામંત્ર આ રથાનેથી મને હવે તેમ અન્તિમ મંત્રનું પણ આ જ સ્થાન હતું. પ્રભુશ્રી મહાવીર દેવે પિતાના નિર્વાણ પહેલાં સેલ પહોરની અન્તિમ દેશના પણ અહીં જ આપી હતી. અહીં તે સમયે અનેક ભવ્યાત્માઓ પ્રભુમુખથી ઝરતા એ જ્ઞાનામૃતને પીને કે આત્મસંતેષ અનુભવતા હશે? ત્રણ લેકના જ અહીં એકત્ર થઈ પરમ શાંત ચિત્તે પ્રભુની દેશના સુણ કૃતકૃત્ય થયા હતા.
પિતાના કુદરતી વૈરભાવ છોડી, પરમ મિત્ર બની એ અમૃત વાણી પીને તેઓ કેવા તૃપ્ત થયા હશે? તેમનું એ મહાસૌભાગ્ય આજે ય બીજાને ઈષ્યાં ઉત્પન્ન કરાવે તેવું છે. ધન્ય છે ! ધન્ય છે! તે ભવ્ય આત્માઓને જેમણે પ્રભુમુખથી અન્તિમ દેશના સાંભળી, આત્મકલ્યાણને માર્ગ સ્વીકાર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧૦ અધ્યયને અહીં જ રચાયા હતા. અને છેલ્લે જગપ્રભુ શ્રી મહાવીર દેવ આ જ નગરમાં હસ્તિપાલ રાજાની સભામાં નિર્વાણપદ પામ્યા હતા. એ ભાવ ઉદ્યોત અસ્ત થવાથી નવ મલ્લીકી અને નવ લિચ્છિવી રાજાઓએ પ્રભુશ્રીના મરણરૂપે દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યા અને દિવાળી પર્વ બન્યું, તે પણ અહીંથી જ, જે પર્વ અદ્યાવધી ભારતમાં ઘેર ઘેર ઉજવાય છે.
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી કાર્તિક સુદી ૧ મે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું અને દેવતાઓએ તેમને ઉત્સવ કર્યો ત્યારથી નવા વર્ષની પણ શરૂઆત થઈ. ભગવાન મહાવીર દેવના દેહને દેવતાઓએ જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો ત્યાંની રાખ અનેક ભવ્ય ભક્તો લઈ ગયા, જેથી ત્યાં મેટે ખાડો થઈ ગયો. આ જ સ્થાને પ્રભુશ્રી મહાવીરદેવના વડિલ બંધુ રાજા નંદિવર્ધને સુંદર સરોવર બનાવરાવી તેની વચમાં મનહર જિનમંદિર બંધાવ્યું. તે મંદિર “ જલમંદિર” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ચોરાશી વિઘાનું વિશાલ સરેવર અને વચમાં મંદિર છે. મંદિરમાં જવા માટે પત્થરની પાજ બાંધેલી છે. મંદિર જેનારને એમ જરૂર લાગે કે આ સ્થાન ઘણું જ પ્રાચીન કાળનું હશે. પરમ શનિનું ધામ છે અને ખાસ દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com