SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪ર૭ : તક્ષશિલા ત્રણથી ચાર કેશ દૂર છે. પંજાબથી પેશાવર જતાં લાલાસા નામનું જંકશન આવે છે અને અહીંથી ભેર તરફ રવે જાય છે. ભેરા સ્ટેશન છે. વર્તમાન ભેરાને વસ્યા લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ થયાં છે. અહીં પડે જેનોની વસ્તી સારી હતી. અત્યારે ત્યાં જેનોનાં ઘર નથી, માત્ર એક પ્રાચીન જન મંદિર છે. અહીં અત્યારે માત્ર ( આ પ્રદેશમાં જેનેને ઓસવાલને ભાવડા કહે છે. પ્રાચીન કાળમાં ભાવડાગચ્છ પણ હતા.) દ દુહg (જૈનેને વાસ) છે. આ પ્રાચીન મંદિરને પૂ. આ. શ્રી વિજયેવલભસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી હનવિજયજી મહારાજના ઉપદેશથી પંજાબના જૈન સંઘ-શ્રી આત્માનંદ જ મહાસભાએ છીદ્ધાર કરાવ્યા છે. સાથે એક નાની ધર્મશાળા ૫ણ બંધાવી છે. તીર્થસ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. તક્ષશિલા આ સ્થાન પંજાબમાં રાવલપિંડીથી નિરૂત્યમાં કર માઈલ દૂર જ રાહીલા Texila એજ તક્ષશિલા છે. તેને ઈતિહાસ પાછળ વિચ્છેદ તીર્થોમાં આવે છે. પંજાબનું આ પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા શ્રી આદિનાથજી પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાની હતું. અને રાષભદેવ પ્રભુ પણ વિહાર કરતા છદ્મસ્થકાલમાં અહીં પધાર્યા હતા. પ્રભુજીના સ્મારક નિમિત્તે બાહુબલીજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી, માટે હિન્દભરનું આ પ્રાચીન તીર્થધામ છે. ત્યાર પછી આ પાંચમા આરામાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શત્રુંજયદ્ધારક શ્રીભાવડશાહના સુપુત્ર જાવડશાહ, તક્ષશિલામાંથી શત્રુંજયગિરિ. રાજ ઉપર બિરાજમાન કરવા શ્રી ત્રાષભદેવજીની ભવ્ય મૂતિ લાવ્યા હતા. પછી શ્રી લઘુશાન્તિસ્તંત્રના કર્તા શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તોત્ર બનાવ્યું હતું. ત્રણ વર્ષ બાદ આ નગરને સ્વેચ્છાએ વંસ કર્યો હતે. વિક્રમની પાંચમી શતાબ્દિને આ પ્રસંગ છે. તક્ષશિલાને ઉચ્ચાનગર નામને એક પાડે છે. અહીં ન વિદ્યાપીઠ હતું. વાચા ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્ર આ વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા માટે રચ્યું હતું એમ મનાય છે. અત્યારે તે તક્ષશિલાની ચારે બાજુ ખંડિયેરે છે. પ્રાચીન રસૂપ, સિક્કા, જન મતિઓ નીકળે છે. વિશેષ માટે જુઓ વિચ્છેદ તીર્થોમાં તક્ષશિલા. પિતાના દિવાનના કહેવાથી ભાણેજે આ રાજર્ષિને વિષ અપાવ્યું. આખરે રાજર્ષિ માટે પધાર્યા. પછી નગરરક્ષક દેવે ધૂળને વરસાદ વરસાવી વીતમયપત્તનને દબાવી દીધું-વિનાશ કર્યો. આ નગરનો ઉદ્ધાર મહારાજા કુમારપાલે વીર નિ. સં. ૧૬૬૮ માં કરાવ્યો અને મતિ બહાર કાઢી લીધી. બસ, એ જ પુરાણું વીતભયપતન આજે ભેરા તરીકે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy