________________
ઈતિહાસ ]
૪૦૭ : -
- ધાર-મંદર બિરાજમાન કર્યા. આ મૂર્તિ શ્રી ગેડી પાર્શ્વનાથજીની છે અને તેના ઉપર લેખ આ પ્રમાણે છે.
___ "स्वस्तिश्रीपार्श्वजिनप्रासादात संवत् १०२२ वर्षे मासे फाल्गुने सुदिपक्षे ५ गुरुवारे श्रीमान् श्रेष्ठिसुराजराज्ये प्रतिष्ठितं श्रीवप्पमसूरिभिः तुंगीयापत्तने "
જ્યાંથી આદિનાથજી વગેરે પ્રતિમા નીકળ્યાં છે ત્યાં ચેતરે બંધાવી પાદુકા પધરાવી છે. આ સિવાય નીમાડ પ્રાંતમાં બડવાની, બહરાનપુર (કે જેને પરિચય આપે છે ), ખરગોન, સિંગાણુ, કુકણી, બાગ, પાંચ પાંડવોની ગુફાઓ (બાગ ટપાથી ચાર માઈલ દૂર વાઘળી નદીના દક્ષિણ તટ પર કેટલીક પ્રાચીન બૌધ્ધ ગુફાઓ છે. કુલ નવ ગુફાઓ છે), જે સુંદર દર્શનીય અને પ્રાચીન છે. પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને ભણવાના વિદ્યાપીઠ, સાધુઓના વિહારથળો, મઠ વગેરે છે. તેમજ પાંચ પાંડવોની ગુફા છે. ખાસ જોવા લાયક છે. ચિકલીલા નારી, અલીરાજપુર, રાઢપરગણા, વગેરે સ્થાનેમાંથી કેટલાંક સ્થાનમાં લીન મંદિરો સુંદર દર્શનીય છે. શ્રાવકોની વસ્તી છે. નીમાર પ્રાંતની પંદરમી સદીની સ્થિતિને દેખાડનાર સાથેની પ્રવાસગીતિકા જરૂર વાંચવા જેશ્ય હોવાથી સાથે આપી છે. આથી આપણને આ પ્રાંતની પ્રાચીન મહત્તા, ગૌરવ અને ધર્મપ્રેમને ખ્યાલ આવશે. આ પ્રાંતમાં અત્યારે કુલ ૧૭ શ્વેતાંબર જૈન મંદિર છે. આમાંથી ૧૪ શિખરબદ્ધ મંદિર છે. આ પ્રાંતમાં સેળમી સદી સુધી જેન ધમીએ બહુ જ વિપુલ સંખ્યામાં અને ગૌરવશીલ હતા.
ધારે માળવાની પ્રાચીન રાજધાની ધારાનગરી એ જ અત્યારે ધાર રૂપે પ્રસિદ્ધ છે. અગિયારમી શતાબ્દીના ઉત્તરાદ્ધમાં ગદ્ય મહાકાવ્ય તિલકમંજરીના રચયિતા પરમાતોપાસક મહાકવિ ધનપાલ અને તેમના ભાઈ શેભન રસ્તુતિના રચયિતા શબનમુનિ પણ અહીંના હતા. અહીં અનેક પ્રભાવશાલી આચાર્યો પધાયો હતા. સિંધુલ, મુંજ, ભેજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ થયા છે. બાણભટ્ટ-મયૂરકાલિદાસ વગેરે પતિ થયા છે. ગૂર્જરસમ્રાટ્ર સિદ્ધરાજ જયસિંહે માળવા છતી. ગુજરાત સાથે મેળવ્યું હતું. પછી કુમારપાલે પણ માળવા જીત્યું છે.
આ એક મહાન ઐતિહાસિક નગરી છે. અહીં એક પ્રાચીન સુંદર જિનમંદિર છે. મૂળનાયક શ્રી ત્રાષભદેવજી છે. સુદર જૈન ધર્મશાળા છે. શ્રાવકેનાં ઘરે છે, અહીંથી ઈંદર ૪૦ ગાઉ દૂર છે. ધારથી માંડવગઢ ૧૨ ગાઉ દૂર છે.
મંદર માળવા પ્રાંતમાં મંદિર પ્રાચીન નગર છે. વિતભયપત્તનના પરમાતે પાસક રાજા ઉદાયી, ઉજજેનોના ચંપ્રદ્યોતને હરાવી પાછા વળતાં દશ રાજાઓ સાથે અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com