________________
ઇતિહાસ ]
: ૫ :
પાલીતાણું કાર્ય જોઈ તે વખતના પાલીતાણા સ્ટેટના મેનેજર મેજર સ્ટ્રોંગ સાહેબે પાઠશાલા માટે પાંચ વીઘા જમીન તદ્દન અલ્પ મૂલ્ય ભેટ આપી હતી. ત્યાં ભાવિ ગુરુકુલને યોગ્ય ભવ્ય મકાન બંધાયાં. મહારાજશ્રીએ તનતોડ મહેનત કરી સંસ્થાને ઉન્નત અને ભવ્ય બનાવી મુંબઈની કમિટીને આ સંસ્થાની વ્યવસ્થાનું કાર્ય સોંપ્યું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ રાખવામાં આવ્યું છે.
અત્યારે આ સંસ્થા ઘણા જ ઊંચા પાયા પર ચાલે છે. તેના વ્યવસ્થાપકે ઉત્સાહી અને સમાજસેવી છે. ગુરુકુલમાંથી સંખ્યાબંધ સાધુઓ પણ થયા છે. સંસ્થાની ઘરની સ્કુલ, સિંધી વિદ્યાભૂવન, જિનમંદિર, ગુરુમંદિર (કે જ્યાં સંસ્થાના
સ્થાપક આત્મા મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય વિશાલ મૂર્તિ બિરાજમાન છે. ), પ્રાર્થનામંદિર, જ્ઞાનમંદિર, લાયબ્રેરી વગેરે વિભાગ ઘણા જ સુંદર છે. સંસ્કૃત પ્રાકૃત વિભાગ પણ ચાલુ થશે એવી ભાવના છે. પાલીતાણા સ્ટેશન ઉપર ઉતરતાં પ્રથમ જ જૈન સમાજના આ ભવ્ય ગુરુકુલનાં દર્શન થાય છે. સેંકડો વિદ્યાથીઓ કલેલ કરતા વિદ્યાધ્યયન કરી જ્ઞાનામૃતનું મધુર ભજન પામી આત્માનંદ મેળવે છે. જૈન બાલાશ્રમ- છપ્પનના દુષ્કાળ સમયમાં આ સંસ્થા સ્થપાઈ હતી. આ સંસ્થા અનાથ જૈન વિદ્યાર્થીઓને બધાં સાધનો પૂરાં પાડી વિદ્યાભ્યાસ કરાવે છે. સંસ્થા ઘણાં વરસો સુધી ભીડભંજન મહાદેવના મકાનમાં હતી. હમણાં તળાટીના રસ્તા ઉપર ભવ્ય બિડીંગ બની છે. જીવનમંદિર, લાયબ્રેરી ઈત્યાદિની વ્યવસ્થા સારી છે. ગરીબ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ છે. શ્રી સિદ્ધક્ષેત્ર જેન શ્રાવિકાશ્રમ
આ સંસ્થા જૈન શ્રાવિકાઓ-સધવા છે કે વિધવા, તથા કુમારિકાઓને ધાર્મિક, નૈતિક, વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપવાના હેતુથી સ્થપાએલી છે. શ્રી હેમચંદ્રાચાર્યજી પાઠશાલા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ સંસ્થા ચાલે છે. ખાસ સાધુ મહાત્મા, સાધ્વીજીઓને સંસ્કૃત પ્રાકૃત ધાર્મિક સિદ્ધાંતનું જ્ઞાન આપવા આ સંસ્થા ચાલે છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ સમય મળે છે. આ સંસ્થા ઘણી સારી છે. ખાસ જૈન પંડિતદ્વારા અધ્યાપન કાર્ય ચાલે છે. વીરબાઈ પાઠશાલા
આ પાઠશાળા શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબાઈએ સ્થાપી છે. પાઠશાળા માટે વિશાળ ભવ્ય મકાન છે. સાધુ-સાધ્વીઓ અને શ્રાવ–શ્રાવિકાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com