SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ - ~- - -- - - - - - - - - - - - રાતા મહાવીર : ૩૩૮ : [ જેન તીર્થને જે મર જાણ” લખે છે. આ. શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાલામાં લખ્યું છે કે-હલ્યુડીમાં શ્રી મહાવીરદેવનું મંદિર છે. કવિવર શ્રી લાવણ્યસમય પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જુએ– “હસ્તિકુંડ એહવું અભિધાન, સ્થાપિયું છપતિ પ્રગટ પ્રદાન; મહાવીર કેરાં પ્રાસાદિ, બાજઈ ભુંગલ ભેરી નાદ.” શ્રી જિનતિલકસૂરિજીનું હથુંડી અને કવિ શ્રી લાવણ્યસમયનું હસ્તિકુંડી એક જ સ્થાનનું નામ છે. જ્યાં ભગવાન મહાવીરનું ભવ્ય મંદિર છે. : વિદગ્ધરાજાના ગુરુ શ્રી બલિભદ્રજીની આચાર્ય પદવી આ મહાન નગરીમાં થઈ હતી અને ત્યાર પછી તેઓ વસુદેવસૂરિજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. હરિતકુંડી(હથુડી માં પહેલાં રાઠોડ રાજાઓનું રાજ્ય હતું અને તેઓ જનધર્મ પાળતા હતા. આમની અટક હથુંડીયા કહેવાઈ. અત્યારે પણ મારવાડના બાલી, સાદડી, સાંડેરાવ તેમજ મેવાડમાં પણ હલ્યુડીયા શ્રાવકે વિદ્યમાન છે. આ નગરી ઉપરથી હસ્તિકુંડી ગચ્છનું નામ પણ પ્રસિદ્ધ થયું છે. રાતા મહાવીર પ્રભુના મંદિરમાં હસ્તિકુંડ ગચ્છના આચાર્યની મૂર્તિ પણ બિરાજમાન છે. રાતા મહાવીરના મંદિરમાં પ્રાચીન ચાર શિલાલેખ આ પ્રમાણે છે ॐ संवत् १२९९ वर्षे चैत्रसुदि ११ शुके श्रीरत्नप्रभोपाध्यायशिष्यैः श्रीपूर्णचन्द्रोपाध्यायैरालकद्वयं शिखराणि च कारितानि सर्वाणि ॥ સભામંડપના એક થાંભલા ઉપર ૧૩૪૫ ના સંવતને લેખ છે. મંડપના બીજા થાંભલા ઉપર ૧૩૩૫ અને ૧૩૩૬ ના એમ બે જુદા જુદા થાંભલા ઉપર લેખે છે જેમાં મંદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે. . આ મંદિરના અંદરના દરવાજા ઉપર ૨ ફુટ રસ ચ પહોળ, ૧ ફૂટ ૪ ઈંચ લાંબે એક શિલાલેખ હતું. આ શિલાલેખ જોધપુરના મહારાજાની આજ્ઞાથી અજમેરના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે. આ પત્થરમાં બે પ્રશસ્તીઓ ખેલી છે. પહેલી પ્રશસ્તી સૂરાચાર્યજીએ ૧૦૩૫ માં રચેલી છે તેમાં થોડો ગદ્ય વિભાગ અને ૪૦ પ્લે કે છે, બીજી પ્રશસ્તિમાં લગભગ ૨૧ લેકે છે. આ પ્રશસ્તિની રચના ૯૯૯ માં થયેલી છે. આમાં કતનું નામ જણાતું નથી. પહેલી પ્રશસ્તિને સાર આ પ્રમાણે છે. - હસ્તિકંડીમાં પોતાના ગુરુના ઉપદેશથી વિદગ્ધરાજે (વિગ્રહરાજ) પિતાની ઉજવલ કીર્તિને જીતનાર એવું ગગનચુખી સુંદર મંદિર બનાવ્યું. આ * विदग्धनृपकारिते जिनगृहेऽतिजीणे पुन:, समंकृतसमुताविह भवाम्बुधरास्मनः । અતિપિત્ત રોડથઇ જતીર્થનાગાર્સિ, सोर्तिमिव मूर्ततामुपागता सिताशुपतिम् ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy