________________
આરાસણ-કુંભારીયાજી ઃ ૩૦૦ :
[ જેન તીર્થોને અને ઘુમ્મટના આકારે ખાસ જોવા જેવા છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂતિની નીચે બેઠકમાં તે ૧૩૬૫ને લેખ છે જેમાં ચાપલસુત નાનજીએ આત્મશ્રેયાર્થે પાશ્વનાથજીનું બિંબ કરાવ્યાને ઉલેખ છે, પરંતુ મૂલનાયકજીની મૂર્તિ ઉપર તે સં. ૧૯૭૫માં શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અહીં પણ મૂલપ્રતિમાજી નષ્ટ થવાથી નવીન પ્રતિમાજી બિરાજમાન કરાવવામાં આવેલ છે એમ લાગે છે. મૂળ ગર્ભાગારની બહાર નાને રંગમંડપ છે. તેના દરવાજાની જમણી બાજુ ઉપર આવેલા ગેખની વેદી ઉપર લેખ છે, જેમાં લખ્યું છે કે “સં. ૧૨૧૬ વિશાખ શુદિ ૨ છે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પિતાના ભાઈ જેહડના શ્રેયા પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા શ્રીનેમિચંદ્રાચાર્યજીના પ્રશિષ્ય દેવાચા કરી. (આ દેવાચાર્ય સુપ્રસિદ્ધ વાદશિરોમણિ શ્રીવાદિદેવસૂરિજી પણ હોય એમ અનુમાન થાય છે. આ સિવાય એ બેઠકમાં બીજા લેખે પણ મળે છે જેમાં ૧૧૬૧ને પણ લેખ છે. બીજામાં ૧૨૫ત્ના પણ સંવત છે. આમાં પ્રતિછાપક શ્રી ધર્મઘોષસૂરિજીનું નામ આપેલું છે.
આ મંદિરના ત્રણ દરવાજા હતા પરંતુ બે બાજુનાં દ્વાર બંધ કરવામાં આવેલ છે. દરેક બાજુની મધ્યે દેવકુલિકા બીજી કરતાં વધુ સુંદર કેતરકામવાળી છે. મંડપના રત તથા ઘુમ્મટની ગોઠવણ શ્રીમહાવીરસ્વામી અને શાંતિનાથજીના મંદિરે જેવી છે. મૂળ દેવગૃહની બારસાખ ઉપર કેતરકામ સુંદર છે, પરંતુ રંગ લગાવી બધું ઢાંકી દીધેલું છે.
૫. શ્રીસંભવનાથજી શ્રીનેમિનાથ ભગવાનના મંદિરની પશ્ચિમ બાજુએ સંભવનાથ ભગવાનનું મંદિર છે, જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાં થઈને સીધું રંગમંડપમાં જવાય છે. ગૂઢ મંડપને ત્રણ દ્વાર હતાં તેમાંનાં બાજુનાં દ્વારેને ત્રણ કમાન હતી, પરંતુ બન્ને દ્વાર બંધ કરેલાં છે. મુખ્ય દ્વાર કેતકામવાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમાજી બિરાજમાન છે. મધ્યનું શિખર જૂનું છે, પરંતુ તે પુનઃ બંધાવેલું હોય તેમ લાગે છે. અંદર બીજો ભાગ ખાલી છે. બહારના ભાગમાં પૂજારી, મુનિમ, નેકર આદિ રહે છે. ધર્મશાળા પણ નાની જ છે.
આકિલેજીકલ સર્વેમાં કુંભારીયાજી વિષયમાં વિસ્તારથી ઉલેખ છે જેમાંથી સંક્ષિપ્તમાં સાર હું નીચે મુજબ આપું છું.
કુંભારીયાજીનાં દેવાલથી માલુમ પડશે કે તે બધાં એક સમયનાં બનેલા છે. શ્રી નેમિનાથ, મહાવીરસ્વામી, શાતિનાથ અને પાર્શ્વનાથજીનાં ચાર મંદિરો તે પ્રાચીન છે. બેશક તેમને સમરાવવામાં આવ્યાં છે તથા કઈ કઈ વખતે વધુ પડતે સુધારા વધારા કરી જીર્ણોદ્ધાર પણ કરાવેલ છે, પરંતુ મૂળ કારીગરીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com