________________
ઇતિહાસ ]
: ૨૫૭ : વતી શહેર હોવાથી નાની-મોટી સખાવતે માટે દરેક શહેર કે સંસ્થાઓને મુંબઈ પ્રતિ નજર દોડાવવી પડે છે. અહીંના જૈને સુખી, લાગવગવાળા અને ધર્મની દાઝવાળા છે. અહીં આપણું મુખ્ય મુખ્ય મંદિરે નીચે પ્રમાણે છે. ૧. ગેડીજી પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન મંદિર છે. મૂર્તિ બહુ જ ચમત્કારી
અને ભવ્ય છે. આ મંદિર પાયધુની ઉપર છે. ૨. મહાવીર સ્વામીનું , , ૩. આદીશ્વર ભગવાનનું છે "
શાંતિનાથજીનું, નેમનાથજીનું, પાર્શ્વનાથજીનું આ મંદિર પાયધૂની અને તેની નજીકમાં છે. લાલબાગમાં હમણું જ ભવ્ય જિનમંદિર બન્યું છે. ઝવેરી બઝારમાં મહાવીર સ્વામીની મૂતિ બહુ જ સુંદર અને દર્શનીય છે. મારવાડી બજારમાં પાર્શ્વનાથજીનું, કેલાબા ઉપર શ્રી. શાન્તિનાથજીનું, બજાર ગેઈટ ઉપર શ્રી શાંતિનાથજીનું, માંડવી ઉપર ખારેક બજારમાં શ્રી અનંતનાથજીનું, માંડવી ઉપર ભાત બજારમાં શ્રી આદિનાથજીનું, ભાયખાલામાં શ્રી આદીશ્વરજીનું તથા મજલા ઉપર શ્રી અજિતનાથજીનું મંદિર બહુ જ સુંદર અને દર્શનીય છે. અહીં દર રવિવારે-સમવારે અને પૂણિમાએ મેળા જેવી ઠઠ જામે છે. પરેલ લાલવાડીમાં સુવિધિનાથજીનું, વાલકેશ્વરમાં વચલા ઢાળમાં શિખરબંધ નાનું આદિનાથજીનું સુંદર મંદિર છે. ઉપરના ઢાળમાં આદિનાથજીનું તથા ઉપલા મજલામાં શામળિયા પાર્શ્વનાથજીનું છે. બાબુના મંદિરમાં સફટિકની મૂતિ દર્શનીય છે. બીજાં ઘરમંદિરે પણ દર્શનીય છે.
આ સિવાય મુંબઈના પર શાન્તાક્રુઝ, અધેરી, મલાડ, કુલ વિગેરેમાં જૈન મંદિર છે. આમ થાણા તરફ જતાં ઘાટકોપરમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીનું મંદિર સુંદર છે. દાદર, સુલુન્દમાં, ભાંડુપમાં અને થાણામાં પણ દર્શનીય મંદિરે છે. થાણા શ્રીપાલ મહારાજાના સમયનું પ્રાચીન તીર્થસ્થાન જેવું છે. અહીં હમણું સુંદર સિદ્ધચક્રનું મંદિર બન્યું છે.
મુંબઈમાં આપણું પ્રસિદ્ધ સંસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. જેન એસેસિએશન ઓફ ઈન્ડીયા. ૨. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ.
જે સંસ્થા ન સંઘમાં સુધારાના કરવે કરી પ્રચાર કરે છે. શિક્ષણપ્રચાર માટે પણ પ્રયત્ન કરે છે. જેન સંઘના પ્રશ્નો સંબંધી ચર્ચા કરે છે. સાહિત્યપ્રચાર પણ સારે, કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com