________________
ઇતિહાસ ]
: ૧૯૧ ઃ આનંદપુર (વડનગર) તાત્વિક જ્ઞાન તરફ સવિશેષ હોય છે. અહીં ભણતા છાત્રોમાંથી ઘણે સ્થળે ધાર્મિક શિક્ષકે પૂરા પાડવામાં આવે છે.
આનંદપુર (વડનગર) આણંદપુરનું હાલનું નામ વડનગર છે. મહેસાણાથી તારંગા લાઈનમાં વડનગર સ્ટેશન છે.
અહીંના રાજા પ્રસેનના પુત્ર મૃત્યુ-શેકના નિવારણ અર્થે રાજસભામાં કલ્પસૂત્રનું જાહેર વાંચન થયું જે અદ્યાવધિ એ જ પ્રમાણે ચાલે છે. કલ્પસૂત્રનું જાહેર વાંચન વીર સં. ૯૩ માં થયું.
"वीरात विनदांक (९९३) शरद्यचीकरत त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतिः। यस्मिन्महै संसदि कल्पवाचना-माद्यां तदानंदपुरं नकः स्तूते १ ॥ १ ॥ આ વાંચના કયા આચાર્યો વાંચી તેને માટે ત્રણ ચાર નામે મળે છે.
ગુજરાતમાં આનંદપુર–વૃધ્ધનગર (વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનેટવર નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શેક સમાંવવા જેનાગમ નામે કલ્પસૂવની વાંચના કરી હતી.
( જૈન સા. સં. ઈ. પૃ. ૧૪૬) કેટલાક એમ કહે છે કે કાલિકાચાયે કલ્પસૂત્રનું વાંચન અહીં કર્યું હતું. જ્યારે કેટલાક કહે છે કે શ્રી દેવર્ધિગણ ક્ષમાશ્રમણે ૯૯૩ માં આનંદપુરમાં કલ્પસૂત્ર વાંચ્યું હતું.
ભરત ચક્રવર્તીના સમયે આનંદપુર શત્રુંજયની પ્રાચીન તલાટી હતું.
વડનગરમંડન શ્રી યુગાદિજિન સ્તવન” નામક એક પ્રાચીન સ્તુતિ, કે જે વિ. સં. ૧૫૫ માં લખ્યિકીતિ ગણિકૃત છે તેમાં વડનગર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળેલ છે.
વડનગર શત્રુંજય તીર્થની તલાટી અતિ પ્રાચીન કાળથી આવેલું છે. ભરત મહારાજા અયોધ્યાથી સંઘ લઈને અહીં પધાર્યા અને તીર્થ જોઈ અતિશય આનંદિત થયા જેથી વડનગરનું બીજું નામ આનંદપુર સ્થાપ્યું. અહીં શ્રી ઋષભદેવ ભગવાનના જીવતાં જ તેમનું જીવંતસ્વામી-શ્રી યુગાદિદેવનું મંદિર બંધાવ્યું. અહિંથી સંઘ શત્રુંજય ગિરિરાજના શિખરે પહોંચ્યા. યાત્રા કરી અને નીચે આવી બધા પિતાને સ્થાને પહોંચ્યા.”
પહેલા યુગમાં આનંદપુર, બીજામાં ચમકાર, ત્રીજામાં મદનપુર અને ચેથામાં વડનગરની સ્થાપના એક કડાકડી નગરને સ્થાને કીધી અને તે સ્થાનકે અનંત કોડે સિધ્ધ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com