________________
સેરીસા
ઇતિહાસ ]
: ૧૮૭ : પ્રતિમામાંથી લેહી નીકળ્યું. સૂરિજીએ તેને પૂછયું: “તે આમ કેમ કર્યું? આ પ્રતિમાજીમાં મસો રહેવાથી આ પ્રતિમાજી મહાપ્રભાવિક થશે.” પછી આંગળીથી દાબી લેહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી તૈયાર થયા. પછી બીજા પથ્થર મંગાવી બીજા ચાવીશ જિનબિંબ તૈયાર કરાવ્યાં. પછી દિવ્યશક્તિથી રાત્રિમાં આકાશમાગે ત્રણ જિનબિંબે મંગાવ્યાં. ચોથું જિનબિંબ આવતાં પ્રભાત થયું જેથી એ જિનબિંબ ધારાસણ ગામના ખેતરમાં સ્થાપિત કર્યું. ચૌલુકયચક્રવતી રાજા કુમારપાલે ચોથું જિનબિંબ કરાવીને ત્યાં સ્થાપિત કર્યું. આવી રીતે સેરીસામાં મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અદ્યાવધિ શ્રી સંઘ દ્વારા પૂજાય છે. સ્વેચે છે પણ અહીં ઉપદ્રવ કરવા સમર્થ નથી. તે પ્રતિમાજી જલદીથી બનાવેલ હેવાથી–એક રાત્રિમાં જ તૈયાર કરેલ હોવાથી પ્રતિમાજીના અવયવ બરાબર નથી દેખાતા. આ પ્રમાણે સ્થિતિ શ્રીજિનપ્રભસૂરિજીના સમયે હતી એમ શ્રી જિનપ્રભસૂરિજી પોતાના વિવિધતીર્થક૫માં જણાવે છે.
(વિવિધતીર્થંક૯૫. પૃ. ૨૪-૨૫). - જ્યારે કવિવર શ્રી લાવણ્યસમયજી આ તીર્થની ઉત્પત્તિ નીચે પ્રમાણે આપે છે. “ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ મેટું અને વખાણવા લાયક હતું, કિન્તુ ત્યાં એક પણ જિનમંદિર ન હતું. ત્યાં વિદ્યાસાગર નામે એક મહાન જૈનાચાર્ય પાંચસે શિષ્યો સાથે પધાર્યા. તેમાંનાં બે શિષ્યએ ગુરુ આજ્ઞા વિના મંત્રસાધના કરી બાવન વીર આરાધ્યા અને તેમને હુકમ કર્યો કે–અહીં એક પણ જિનમંદિર નથી માટે એક ભવ્ય જિનમંદિર મૂર્તિઓ સહિત અહીં લાવે. વીરોએ તે પ્રમાણે કર્યું. જ્યારે ગુરુએ આ જોયું ત્યારે આશ્ચર્યચકિત થઈ ચકેશ્વરીદેવીને બોલાવીને જણાવ્યું કે–ભવિષ્યમાં અહીં ઉપદ્રવ થવાને છે, માટે આ કાર્ય ઠીક નથી થયું. ચકેશ્વરી દેવીએ મૂલ બિંબ અદશ્ય જ રાખ્યાં. બાદ ઘણા સમય પછી દેવચંદ્ર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમણે મંત્રબળથી ધરણેદ્રારા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા મંગાવ્યાં, તે પ્રતિમા જીનું નામ લેઢણુપાર્શ્વનાથ કેમ પડયું તેને ખુલાસો કવિવર લાવણ્યસમયજી આ પ્રમાણે આપે છે –
૧. દેવચંદ્રાચાર્યજી શ્રી ધનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. ૧૨૬૪ માં તેમણે ચંદ્રપ્રભાચરિત્ર બનાવ્યું છે. તેઓ ૧ ૩૨૭ માં સ્વર્ગવાસી થયા. સેરીસા તીર્ષ માટે ઉપદેશતરંગિણકાર આ પ્રમાણે લખે છે.
" तथा श्रीसेरीकतीर्थं देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरणत्रिभूमिमयगुरुचतुर्विंशतिकायोत्सर्ग श्रीपार्थादिप्रतिमासुन्दरः प्रोसाद एकरात्रिमध्ये कृतः तत्तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते ।" (उपदेशतरंगिणी. पृ. ५)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com