________________
-
-
અમદાવાદ
*
[ જેન તીર્થોને
અને સમાજસેવા માટે પ્રસિદ્ધ છે. આપણા સમાજની સુપ્રસિદ્ધ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં જ છે. અમદાવાદ મિલના કાપડ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. આ શહેરમાં મે ટાં મેટાં સવાસો દેઢસો ઉપર જિનમંદિર છે. તથા લઘુ ગૃશ્ચિ પણું બસ ઉપર છે અમદાવાદ ગુજરાતનું પાટનગર છે, અને ચડતી પડતીના અનેક તડકાં-છાંયડા તેણે અનુભવ્યા છે. જ્યારે જ્યારે ક્રાન્તિના પડછંદા વચ્ચેથી અમદાવાદને પિતાને માગ કાઢવો પડ્યો છે, ત્યારે ત્યારે જેને એ ઐતિહાસિક ભોગ આપી પોતાનું જૈનત્વ દીપાવ્યું છે,
દિલ્હી દરવાજા બહાર બહારની વડી” ના નામથી ઓળખાતું શેઠ હઠીસિંગ કેસરીસિંગનું દેરાસર સૌથી મોટું, વિશાલ, ભવ્ય અને રમણીય છે, મદિરમાં મૂલનાયક શ્રી ધર્મનાથસ્વામી છે. બાવન જિનાલયનું આ મંદિર છે, સુંદર કલાયુક્ત અને સુંદર બારીક કોરણથી શેભાયમાન છે. આજે પણ આ મંદિરની કારીગરી, વિશાળતા, ભવ્યતા અને સ્વછતા જોઈ આકર્ષાઈ અહીં આવે છે. વિ. સં. ૧૮૪૮ માં શેઠ હઠીભાઈએ આ મંદિર બંધાવેલું છે. આ સિવાય રાચીરોડ, ઝવેરીવાડો, પાંજરાપોળ, દેશીવાડામાં શિખરજીના પિળમાં ભવ્ય જિનમંદિરો છે. ભાભા પાર્શ્વનાથજી, જગવલલભ પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ તથા સમેતશિખરજી ને અષ્ટાપદજીનાં મંદિરે દર્શનીય છે.
શહેરની પાસે રાજપરામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે. પ્રતિમાજી સુંદર શ્યામ અને વિશાલ છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂર્તિ છે. દર રવિવારે અહીં ઘણું જૈન દર્શને આવે છે. શહેરમાં ૧૩ જ્ઞાનભંડાર છે. અહીં અનેક જન પાઠશાળાઓ ચાલે છે, અનેક ઉપાશ્રયો છે અને સંસ્કૃત પ્રાકૃત ભણવાની અનુકૂળતા છે. જેના કન્યાશાલા, જે બેર્ડીગ, પુસ્તક પ્રકાશન કરનારી સંસ્થાઓ છે, વીર શાસન, જેના પ્રવચન વિ. ન પત્રો પણ અહીંથી નીકળે છે.
અષ્ટાપદજીના મંદિરમાં મેગલ સમ્રાટ અકબરપ્રતિબોષક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે. સલમી સદી, સત્તરમી સદીમાં અનેક મહાન જૈનાચાર્યોએ અહીંના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવેલી છે.
મરચી પોળમાં જન ધર્મશાળા છે. સ્ટેશન ઉપર ધર્મશાળા વિગેરે છે. વર્તમાન કાળમાં હિન્દુસ્તાનમાં અમદાવાદ એ જૈન પુરી તરીકે ઓળખાય છે.
કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજ, લો કેલેજ, પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજ, આરસી ટેકનીકલ સ્કુલ, કર્વે કોલેજ જ્યોતિ સંઘ, શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ, સીવીલ હોસ્પીટલ, ઓસવાલ કલબનું જૈન દવાખાનું, શ્રીમાલ જૈન દવાખાનું, શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, દાદાભાઈ નવરેજ લાઈબ્રેરી વિ. સંસ્થાઓ છે તેમજ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની તૈયારી ચાલી રહી છે. અર્થાત અાજે અમદાવાદ વિદ્યા, કલા, ધન, કુવો, કાપડના બી, વ્યાપાર અને ધર્મસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com