________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૮ :
[ જૈન તીર્થને ગામ અગીયારમી સદીથી પ્રસિધ્ધ છે.
અત્યારના શંખેશ્વર ગામની ૩૮૦ ઘર અને ૧૨૫૦ માણસોની વસ્તી છે. આમાં માત્ર દસ ઘર જેનેનાં છે.
શંખેશ્વરમાં છ ધર્મશાળાઓ આ પ્રમાણે છે-- ૧ ગઢવાળી ધર્મશાળા. (નવા દેરાસર પાસેની મેટી ધર્મશાળા.)
૨ પંચાસરવાળાની ધર્મશાળા (નવા દેરાસરથી દક્ષિણે ધર્મશાળાની ઓરડીએની લાઈન છે.)
૩ ટાંકાવાળી ધર્મશાળા (જેમાં ટાંકું છે તે). ૪ નવા દેહરાસર સામેની. ૫ ભેજનશાળા ચાલે છે તે. ૬ ગામના ઝાંપામાં–શેઠ મોતીલાલ મૂલજીની વિશાલ ધર્મશાળા.
એક સુંદર વિશાલ ઉપાશ્રય છે. એક જૂની પિલાળ-પૌષધશાળા છે. શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય, શ્વેતાંબર જેન કારખાનું–પેઢીની એફીસ, નગારખાનું છે. તીર્થસ્થાન એક સુંદર નાના ગામડા જેવું લાગે છે.
તીર્થના કમ્પાઉન્ડમાં પેસતાં જ સામે ડાબા હાથ તરફ ભવ્ય જૈન મંદિરના દર્શન થાય છે. વર્તમાન શ્રી શંખેશ્વરજીનું મંદિર ૧૭૫૦ માં બનવાનું શરૂ થયું હશે. ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આ વર્તમાન નવું મંદિર શ્રી વિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરીવરના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વરજીના ઉપદેશથી બન્યું અને તેમના સ્વર્ગવાસ થવાથી તેમના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિજીના હાથથી ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આની પહેલાનું જુનું મંદિર શ્રી વિજયસેનસૂરિજીના ઉપદેશથી બન્યું હતું. એમાં પ્રતિષ્ઠા પણ એમણે જ કરાવેલી કિતુ ૧૭૨૦ અને ૪૦ ની વચ્ચે-ઔરંગઝેબના અમલમાં જે સમયે મુંજપુર ભાંગ્યું તે સમયે જ અહીં હુમલે થયે હતું. જેમાં શ્રી મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથજીને ભેંયરામાં ભંડારી દીધા હતા. પુનઃ ૧૭૫૦ લગભગ સંઘને મૂર્તિ સેંપાઈ છે જે ઈતિહાસ વાંચકોએ પાછળનાં પૃષ્ઠોમાં વાંચ્યું જ છે. અત્યારે આ મંદિરમાં આટલી મૂર્તિઓ છે. ૧ પરિકર સહિત ભવ્ય મૂર્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની, જે મૂલનાયક છે. ૩ મૂતિઓ પરિકર સહિતની ૨૧ ધાતુની મૂર્તિઓ ૯૨ પરિકર વિનાની મૂર્તિઓ ૧૨ ત્રણ મુખેજની (દ્વાર મૂત્તિઓ) ૩ મૂતિઓ ખારા પત્થરની
- જિનેશ્વરદેવની ૯ કાઉસ્સગીયા
કુલ ૧૪ર મૂતિઓ છે ૧૧ મૂતિસ્ફટિકની
આવી જ રીતે ૧૭રરની ૫. મહિમાવિજયજી ચૈત્યપરિપાટીમાં પણ ૧૪૨ જિનબિંબ હેવાનું
જણાવ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com