________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી
: ૧૬૬ :
|જન તીર્થ
રાધનપુર રાધનપુર ટેટની રાજધાનીનું મુખ્ય શહેર. અહીં જેનેનાં ૭૦૦ ઘર છે. દેરાસર ૨૬ છે. એમાં દસ બાર જિનમંદિરે તે બહુ જ સુંદર અને રમણીય છે. ઘણું ઉપાશ્રયે, પાઠશાળાઓ, લાયબ્રેરી, પુસ્તકભંડાર, શેઠ કાં. ઈ. મેરખીયા જેને વિદ્યાથીભુવન, જૈન સેનેટેરીયમ, શ્રાવિકાશ ળા, જૈન ધર્મશાળા, જેન દવાખાનું, આયંબિલ વર્ધમાન તપ, જન ભોજનશાળા, વિજયગચ્છ અને સાગરગચ્છની પેઢી છે. સ્થાન ખાસ યાત્રા કરવા લાયક છે. ગામ બહાર શ્રી ગોડીજી મહારાજની પાદુકા છે. ત્યાંથી શ્રી ગેડીજી પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ ઓગણીસમી સદીમાં નીકળેલ છે અને સ્થપાયેલ છે. પાદુકા ત્યાં સ્થપાયેલ છે. આ વખતે જેસલમેરના બાફણ કુટુમ્બ મેટો સંઘ આવ્યા હતા. એકલા ચડાવાના જ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા હતા. વિ. સં. ૧૭૨૧ માં રાધનપુરમાં ૪૦૦ જિનમૂર્તિઓ હતી.
રાધનપુર સ્ટેટનું ગામ છે. શ્રી મહાવીર ભગવાનનું ભવ્ય મંદિર છે. બે માળ છે મૂલનાયકજીની મૂર્તિ વિશાલ, ભવ્ય અને પ્રભાવિક છે. શ્રાવકનાં ઘર ૮૫ છે. ચાર ઉપાશ્રય છે. ૧ પાઠશાળા, કન્યાશાળા, ધર્મભક્તિ જ્ઞાનમંદિર છે.
મુંજપુર રાધનપુર સ્ટેટનું ગામ છે. આ ગામ જૂનું છે. ૧૩૧૦ માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું. નગરને ફરતે જૂને મજબૂત કિલ્લે હો હમ્મીરસિંહજીના સમયમાં અમદાવાદના સૂબાઓ સાથે ઘેર યુદ્ધ થયું. આખરે અમદાવાદથી પાદશાહ પિતે આવ્યા અને કિલ્લે તેડી નગરનો નાશ કર્યો. આ લડાઈમાં હમ્મીર સિંહજી વીર મૃત્યુ પામ્યા. અહીં ૧૬૬૬ માં શ્રીજેટીગ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર હતું. અત્યારે શ્રાવકોનાં ઘર ૨૦, બે મંદિર, ઉપાશ્રય-ધર્મશાળા છે. હારીજથી શંખેશ્વરજી જતાં વચ્ચે જ આ ગામ આવે છે. એક મંદિર તે વિશાલ બે માળનું છે. અત્યારે બન્ને મંદિરને જીર્ણોદ્ધાર અમદાવાદની જીદ્ધાર કમિટી કરાવે છે.
ચંદુર (મોટી) શંખેશ્વરજીથી ઉત્તરમાં છ માઈલ, સમીથી દક્ષિણમાં ૯ માઈલ આ ગામ છે. અતિહાસિક દષ્ટિએ બહુ પ્રાચીન છે. ફાર્બસ રાસમાળામાં લખ્યું છે કેવનરાજની જન્મભૂમિ આ ચ દુર છે. મંત્રીશ્વર વસ્તુપાલનું સ્વર્ગગમન અહીં થયું હતું. તેમણે અહીં મંદિર બંધાવ્યું છે. આનું નામ “ચંદ્રમાનપુર” મળે છે. જૂને કૂવે, તળાવ વગેરે પ્રાચીન છે. તળાવની આજુબાજુ જિન મંદિરના બહારના ભાગમાં રહેતાં બાવલાં અહીં ઘણું દેખાય છે. એક જૂના જિન મંદિરનું સ્થાન પણ દેખાય છે. અત્યારે અહીં વિશાલ ભવ્ય જિનમંદિર છે. ચંદ્રપ્રભુની ભવ્ય મૂર્તિ પ્રાચીન છે. પરિકર વધુ પ્રાચીન છે, વર્તમાન મંદિર બજે બસો વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com