SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૬8 : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર ગામની પ્રાચીનતાને એક ઉલલેખ શ્રી સિંધી ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબન્ધ સંગ્રહમાં વનરાજના વૃત્તાંતમાં સૂચિત કરાયેલ છે. જુઓ તે ઉલેખ. “શ્રીમાન શીલગુણસૂરિજીએ વનરાજને તે હિંસા કરતા હોવાથી પિતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકે. ત્યારપછી પોતાના દોસ્તની સાથે વનરાજે શબેશ્વર અને પંચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચૌર્યવૃત્તિથી કેટલાક સમય વીતાવ્યું હતું.અર્થાત્ વિક્રમની નવમી સદીની શરૂઆતમાં આ સ્થાન વિદ્યમાન હતું. તેમજ દક્ષિણમાં બુરાનપુર અને મારવાડમાં ઠેઠ જેસલમેરના સંઘે અઢારમી અને ઓગણીસમી સદીમાં અહીં આવ્યા છે, તે આ અપૂર્વ તીર્થની પ્રભાવિકતા જણાવવા સાથે આ તીર્થની કીર્તિ કેટલે દૂર દૂર ફેલાઈ છે એ પણ સમજાવે છે. પ્રાચીન કાળમાં તે મહારાજા કુમારપાલ, પેથડકુમાર, વસ્તુપાલ તેજપાલ, ખંભાત, પાટણ અને અમદાવાદ વગેરેના સંઘ, અનેક યાત્રાળુઓ, સાધુમહાત્માઓ અહી પધાર્યા છે. જેમણે ચિત્યપરિપાટી, સ્તુતિ-પતેત્ર-સ્તવન વગેરેમાં આ તીર્થને ભક્તિ-માન અને ગૌરવપૂર્વક શ્રી શંખેશ્વરજી મહાતીર્થને પરિચય આપી આપણને ઉપકૃત કર્યા છે. આ બધી વસ્તુ વિસ્તારથી વાંચવા ઈચ્છતા ભાવુકજને પૂ. પા. મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજ રચિત “શ્રી શંખેશ્વર મહાતીર્થ” ભાગ ૧-૨ તથા પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પુસ્તક જેવું. બીકાનેરમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. આ સિવાય અહીંની ત્રણ પ્રદક્ષિણાએ પણ દેવાય છે. કેશી, દેટકેશી અને પચીશ કેશી. કેશી પ્રદક્ષિણા મંદિર, કમ્પાઉન્ડ અને શેઠ મોતીલાલ મૂલજીની ઘર્મશાળા ફરતી છે. ૧ કેશી પ્રદક્ષિણા શ્રી ભૂલનાયક જ્યાંથી નીકળ્યા હતા તે ખરસેલ તળાવના કિનારાના પાસેના ઝંડકૂવાથી, જૂના મંદિરના ઢગલા પાસેથી, ગામના જૂના મંદિરના ખંડિયેર-ધર્મશાળા અને નવા મંદિરના ફરતા કમ્પાઉન્ડની. પચ્ચીશ કેશી પ્રદક્ષિણામાં આદરીયાણ. પડીવાડા, પીરેજપુર,લેલાડા, ખીજડીયાળી, ચંદુર (મોટી), મુંજપુર, કુવારદ, પાડલા, પંચાસર વગેરે ગામના પ્રાચીન જિનમંદિરનાં દર્શન-પૂજન કરીને પાછા શંખેશ્વરજી આવે તે પચ્ચીશકેશી પ્રદક્ષિણા છે. શ્રી શંખેશ્વરજીની પંચતીર્થી રાધનપુર, સમી, મુંજપુર, વડગામતીર્થ અને શ્રી ઉપરીયાળી તીર્થ. વચમાં પંચાસર, માંડલ-પાટડી, વીરમગામ-દસાડા, ચંદુર, આદરીયાણા વગેરે ગામે આવે છે જે દર્શનીય છે. આમાં વડગામ અને ઉપરીયાળા તીર્થ છે. બન્નેને ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે. ૧. આ સ્થાને શ્રી નેમિનાથ પ્રભુએ શંખ પૂર્યો હતો. અહીં શ્રીનેમિનાથજીનું મંદિર હતું અને શેઠ સમરા શાહ સંધ લઈને અહીં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy