________________
-
-
:
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૪ :
[ જેને તીર્થોને અહીં આવી જાય છે, એટલે એક જ દિવસે પાછા વળવાની અનુકૂળતા પેસેંજરને નથી મળતી.
વીરમગામથી શંખેશ્વરજી સુધીનું મેટર ભાડું ૧ રૂ. છે, પરંતુ વીરમગામથી રાધનપુરની સળંગ ટીકીટ લેવામાં આવે તે અઢી રૂ. ટીકીટ છે; પરંતુ આમાં યાત્રિકને પૂજાદિને લાભ બરાબર નથી મળી શકતે. માત્ર દર્શનના લાભ પૂરતે જ સમય મળે છે. બીજો રસ્તે હારીજથી છે.
હારીજ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર શંખેશ્વરજી છે. હારીજથી મુંજપુર થઈને શખેશ્વરજી જવાય છે. આ સિવાય બહુચરાજીથી પણ શંખેશ્વરજી જવાય છે.
બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં શંખેશ્વરજી ૧૮ માઈલ દૂર છે. બહુ ચરાજીથી* શંખલપુર, યુવડ, કુવારદ થઈને શંખેશ્વરજી જવાય છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની તીર્થસ્થાપના સંબંધી વિવિધ તીર્થકલ્પ'માં નીચે પ્રમાણે ઉલ્લેખ મલે છે.
પૂર્વે નવમા પ્રતિવાસુદેવ જરાસંધે રાજગૃહી નગરીથી સત્ય સહિત નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ ઉપર ચઢાઈ કરી. ત્યાંથી ચાલી પશ્ચિમ દિશા તરફ આગળ વધવા લાગ્યા. શ્રીકૃષ્ણ પણ દ્વારિકાનગરીથી સૈન્ય સહિત નીકળી પિતાના દેશની સીમા સુધી સામે આવ્યા. સરસ્વતી નદીની નજીક સેનાપલ્લી ગામ પાસે પડાવ નાખ્યો. ત્યાં ભગવાન અરિષ્ટનેમિકુમારે પંચજન્ય શંખનાદ કર્યો. એ સ્થાને જ શંખપુર નગરીની સ્થાપના થઈ. અરિષ્ટનેમિકુમારના શંખનાદથી જરાસંધનું સૈન્ય ક્ષેભિત થઈ ગયું. આ વખતે જરાસંધે “જરા” નામની પિતાની કુળદેવીની આરાધના કરી શ્રીકૃષ્ણના સિન્યમાં જરા વિકુવી જેથી શ્રીકૃષ્ણનું સન્ય ખાંસી અને શ્વાસ રોગથી પીડિત થયું.
* શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચાણસ્મા તાલુકાનું પ્રાચીન ગામ છે. શંખલપુર પહેલાં બહુ જ સુંદર અને ભવ્ય નગર હતું. એને શંખલપુરી પણ કહેતા, એવી દંત કથા છે. અહીં હાલમાં શ્રાવકનાં ૩૫-૪૦ ઘર છે. બે માળવાળું ભવ્ય સુંદર જિનમંદિર છે. આ મંદિરની પહેલાં અહીં એક પણ મંદિર ન હતું. સં. ૧૮૪૯માં એક મકાનના ખંડિયેરમાંથી છટ કાઢતાં એક ભયરું નીકળ્યું. એમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ અને ૨૦૦-૩૦૦ પરિકર, કાઉસગ્ગીયા વગેરે તથા દીવીઓ, અગલુંછણ, ઓરસીઆ, સુખડ વગેરે નીકળ્યું. ત્યાર પછી નવું મંદિર બંધાવી, વિ. સં. ૧૯૦૫ જે વદિ આઠમે સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી. બાકીની મૂર્તિઓ બહાર ગામ જૈન મંદિરમાં બિરાજમાન કરવા આપી અને પરિકર તથા કાઉસગ્ગીયા વગેરે કદંબગિરિરાજમાં આપ્યાં. આ બધા ઉપરથી એમ તો ચોક્કસ જણાય છે કે-આ શહેર પ્રાચીન કાળમાં ભવ્ય નગર હશે. બહુચરાજીથી આ ગામ બે જ માઈલ દૂર છે. મંદિર ત્રણ માળનું મોહર અને ભવ્ય છે. ગામમાં બે ઉપાશ્રય છે. શ્રાવકે ભાવિક અને ભક્તિવાળા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com