________________
ખાખરના ચૈત્યને લેખ
: ૧૫ર :
[ જૈન તીર્થોને
પ્રતાપી પુરુષ હતા. ઘણું રાજા-મહારાજાઓને પ્રતિબાધ આપી જીવદયા સંબંધી કાર્યો . કરાવ્યાં હતાં. તેમણે સમ્રાટુ જહાંગીરના દરબારમાં રહી, તેને પ્રતિબોધી સમ્રાટું અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પયુંષણના બાર દિવસનું અહિંસા-પાલનનું ફરમાન આપ્યું હતું એ ફરમાનને જહાંગીરદ્વારા પુનઃ સજીવ કરાવી અમલી બનાવ્યું હતું. કચ્છનરેશને પણ પ્રતિબોધ્યા હતા. કચ્છ, બુહરાનપુર, આગ્રા, મથુરા આદિમાં પ્રતિછાઓ કરાવી હતી. મથુરાના રાશી મંદિરને નામે પ્રસિદ્ધ મંદિરમાં શ્રી જબૂસ્વામીછની પાદુકાઓની તેમણે જ પ્રતિષ્ઠા કરાવી હતી જેને લેખ અમે વાંચી, તેની નકલ જૈન આત્માનંદ પ્રકાશમાં અમારી પૂર્વદેશની યાત્રા નામક લેખમાં પ્રકાશિત કરી હતી. પં. શ્રી વિવેકહર્ષજી, તેમના ગુરુભાઈ પરમાનંદ અને પં. શ્રી વિવેકહર્ષજીના શિષ્ય મહાનંદ વગેરેએ ખરતરગચછીય માનસિંહ(જિનસિંહસૂરિજી)ના પ્રસંગને લીધે સમ્રાટુ જહાંગીર ઉપર તે પ્રસંગે અસર પાડી હતી. ખરતરગચ્છીય યુગપ્રધાનજિનચંદ્રસૂરિજીને સમ્રાટુ જહાંગીરના દરબારમાં પ્રવેશ કરાવવામાં બહુ સારી સહાયતા કરી હતી. (જુઓ મહાજન વંશ મુક્તાવલી) ૫. શ્રી વિવેકહર્ષજીકૃત પરબ્રહ્મપ્રકાશ તથા હીરવિજયસૂરિ સજઝાય વગેરે મળે છે.
- તેમના કાર્યોની નોંધ તેમના શિષ્ય પં. શ્રી મહાન બનાવેલ “અંજનાસુંદરી રાસ’ની પ્રશસ્તિમાં આપેલ છે.
સમ્રાટુ જહાંગીરને પ્રતિબધી પ્રાપ્ત કરેલું અહિંસાનું ફરમાનપત્ર સૂરીશ્વર અને સમ્રાટું નામક પુસ્તકમાં પરિશિષ્ટ જ ફરમાન ત્રીજામાં ફોટો બ્લોક અને અનુવાદ સહિત પ્રકાશિત થયેલ છે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com