SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ઇતિહાસ ] : ૧૨૫ ઃ વિ. સં. ૧૨૨૨ માં ગુજરાતના મહારાજા કુમારપાલના મંત્રી ×આમ્રદેવે ગિરનાર ઉપર પાજ બધાવી. આ સંબધી ઘટના આ પ્રમાણે મળે છે-પરમાત્ મહારાજા કુમારપાલ સંધ સહિત સિધ્ધાચલજીની યાત્રા કરી ગિરનારની યાત્રાએ પધાર્યા, પરન્તુ ઉપર ચઢવાના રસ્તાની કઠિનતાને લીધે મહારાજા ઉપર જઇ ન શકયા. આ માટે રાજાને દુઃખ પણુ થયુ. આ વખતે રાજાને વિચાર થયા કે ઉપર ચઢવા માટે જો પગથિયાં હોય તે અનુકૂલતા રહે. આ કાર્યની જવાબદારી આંખડને સાંપી તેમને સૌરાષ્ટ્રના ઉપરી બનાવ્યા. આંબડે ઘણી જ મહેનતથી ગિરનાર ઉપર પાજ મંધાવી રસ્તા સરલ બનાવ્યેા. વિ. સ. ૧૨૨૨ માં પાજ-પગથિયાં બંધાવ્યાં. (જીએ કુમારપાલ– પ્રતિમાધ તથા જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૨૭૧) આ પાજ સંબંધી ગિરનાર ઉપર બે શિલાલેખા મળે છે-“ સંવત્ ૧૨૨૨ શ્રીશ્રીમાજ્ઞાતીયમદં શ્રીમાળીતमहं श्री आंबाकेन पद्या कारिता " —પ્રાચીન જૈન લેખસંગ્રહ લા. ૨, પૃ. ૭૦ બીજો લેખ પણ એને મળતા જ છે. એમાં પણ ગિરનાર ઉપર પાજ બંધાન્યાના સ. ૧૨૨૩ છે. તેમજ ગિરનારની પાજના જીર્ણોધ્ધારના પણ એક લેખ મળ્યા છે. આ લેખ ગિરનાર પર ચઢતાં રાજા ભર્તૃહરિની ગુફાથી Àારે પહાડમાં જમણી બાજુએ કતરેલા છે. સ્વસ્તિ શ્રી સંવત્ ૧૬૮૨ વર્ષે વા િદિ દ્ खोमे श्री गिरनारतीर्थनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुण्य ( धर्म ) निमित्ते શ્રીમાજ્ઞાતીય માપની મેષનીÇ સદ્ધાર કરાવ્યો. અર્થાત્ ૧૯૮૩ માં કાર્તિક વદ ૬ ને સેામવારે દીવના સંઘે આ પાજના ઉધ્ધાર કરાવ્યા. આમાં મુખ્ય ભાગ માસિંધ મેઘજીએ આપ્યા હતા. हूर શ્રી નેમિનાથજીના મદિરની પછવાડે પેારવાડ જગમાલ ગેરધનનુ' પૂ દ્વારનું મદિર છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૮૪૮ વૈશાખ વદ ૬ ને શુક્રવારે વિજયજિનેન્દ્રસૂરિએ કરી છે. આ મદિરજીની જમણી બાજુએ શ્રી રાજીમતીની દેરી છે. આ ટૂંકમાં થઈને મેરકવશીની, સગરામ સેાનીની તથા કુમારપાલની ટૂંકમાં જવાય છે. શ્રી નેમિનાથજીની ટૂંકમાં ભાંયરામાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર પ્રાચીન ભવ્ય મૂર્તિ છે જે પરમદનીય છે. સ્મૃતિ સંપ્રતિ મહારાજાના સમયની છે. આ મૂર્તિની ડાખી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. તેના ઉપર સ. ૧૩૧૮ના લેખ છે. શ્રી નેમિનાથજીની ટ્રેકના ચાકમાં તથા માટી ભ્રમતીમાં બધી મળી ૧૩૩ પ્રતિમા તથા ૧૮ જોડ પગલાં છે, મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથ ભગવાનનાં છે. દર × સૌરાષ્ટ્રના દંડનાયક સજ્જન મહેતાના બન્ધુ મંત્રી ગ્રામ. ઉદાયનસુત આંબડ મંત્રી નહિં. આ સંબંધી વિશેષ ચર્ચા - જૈન સત્ય પ્રકાશ ! વર્ષે આઠમાના ૪–૫-૬-૭ અામાં મેં કરી છે. જિજ્ઞાસુએ તે અા જોઇ લેવા. 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy