________________
વલ્લભીપુર : દ્વારિકા = ૧૧૬:
[ જૈન તીર્થોને છે. શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તલાટીરૂપ મનાય છે. અહીંથી શત્રુંજય ૧૩ ગાઉ દૂર છે. વીરનિર્વાણ સંવત ૧૮૦ થી ૯૯૩ સુધી દેવદ્ધિગણિ ક્ષમાશમણે અહીં જૈન આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં. અહીં જિન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતું અને વિપુલ સંખ્યામાં જિનમંદિરે હતાં. વલ્લભીપુરના રાજા શિલાદિત્યને ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યો હતો (વિ. સં. ૪૭૭), શત્રુંજય તીર્થની રક્ષા કરી હતી અને શત્રુંજયને ઉદ્ધાર કરાવી શત્રુંજયમાહાભ્ય બનાવ્યું હતું.
સુપ્રસિદ્ધ વાદી શ્રી મદ્વવાદી વલ્લભીપુરના જ વતની હતા. તેમણે બૌદ્ધવાદીએને હરાવી જૈન સંઘનું મુખ ઉજજવલ કર્યું હતું. સુપ્રસિદ્ધ “નયચક્રસાર ગ્રંથ તેમણે બનાવ્યો હતો.
કાકુ નામના એક વધે તેની છોકરીની રત્નમય કાંસકી રાજાએ લઈ લેવાથી ગુસ્સામાં આવી જઈ, મ્લેચ્છને બોલાવી વલ્લભીને ભંગ કરાવ્યા હતા. વઠ્ઠભીના ભગસમયે અહીંની ચંદ્રપ્રભુની મૂત્તિ વગેરે પ્રભાસપાટણ ગઈ હતી અને શ્રી વીરપ્રભુની પ્રતિમાજી આ શુ. ૧૫ મે ભિન્નમલિ(શ્રીમાલનગર)માં ગઈ હતી. આ ભંગ વિ. સં. ૮૪૫ માં થયો હતો. ત્યારથી વલ્લભીની પડતી દશા શરૂ થઈ હતી. આજ પણ વલ્લભીની ગામ બહાર ઘણાં ખંડિયેરો છે. જૂના સિકકા વગેરે મળે છે. શત્રુંજયની પુરાણી તલાટીનું સ્થાન છે, જ્યાંથી શત્રુંજયગિરિરાજનાં દર્શન થાય છે. ત્યાં જૈન ધર્મશાળા અને ચિતરે છે.
દ્વારિકા કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં ઓખા નામને એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજાના સમયનું એક પ્રાચીન ભવ્ય જિનાલય છે. શંકરાચાર્યજીના વખત પછી આ સ્થાન અજૈનેના હાથમાં ગયું છે અને જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે.
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી અહીંથી જાન જેઠાવી રાજીતીને પરણવાને બહાને દીક્ષાને સંકેત કરવા ગયા હતા. બાદ વાષિક દાન દઈ અહીંથી જ દીક્ષા મહોત્સવના સમારેહપૂર્વક રેવતાચલના ઉદ્યાનમાં જઈ દીક્ષા લીધી હતી.
દ્વારિકાનું હાલનું વૈષ્ણવમંદિર-રણછોડજીનું મંદિર જેન મંદિર છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર લખે છે કે “જગત દેવાલય કયા વર્ષમાં કે બનાવ્યું તેને કશો પણ આધાર કે ઇતિહાસ પુરાણોમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર વજનાભે કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લેકેએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી. તે મૂત્તિ હાલા નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે આ મૂર્તિ જળદેવાલયમાં સ્થાપન હતી. સદ્ગત ગુજરાતી સાક્ષર તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવ તીર્થ રૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com