________________
શ્રી શત્રુંજય
: ૮૦ :
[ જૈન તીર્થોને સમેતશિખરજીનું દહેરૂં આ દહેરાને સળીવાળી જાળી ચારે બાજુ ભીડને બારણા મૂક્યાં છે. અહીં વીસ પ્રભુજીની પ્રતિમા તથા નીચે પગલા સ્થાપન કર્યા છે. પ્રતિમાજી ૨૬, પગલા જોડ ૨૦.
ત્રણ ભમતીની વિગતઝ દાદાને પ્રદક્ષિણની મોટી ત્રણ ભમતીમાં કુલ દહેરી ૨૩૪ થાય છે. ઉપર લખ્યા પ્રમાણે રતનપોળના દહેરાં દહેરીએ ઉપરાંત મહાન પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અર્વાચીન સમયના મહાન્ વિદ્વાન ધર્મધુરંધર ન્યાયાબેનિધિ શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી ઉર્ફે આત્મારામજી મહારાજની ભવ્ય મનહર પ્રતિમા છે. ચોરાશી વીશી સુધી જેમનાં નામનાં ગુણગ્રામ થશે એવા વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિઓ, શ્રી ગૌતમસ્વામીજીની, સર્પ મયૂરની, શ્રી રામચંદ્રજીની, પ્રતાપર્વત દેવીઓની મતિ વગેરે રતનપોળમાં છે, તેમનાં દર્શન થાય છે તેમજ ભાંયરામાં ખંડિત થયેલી પ્રતિમાજી વગેરે ઘણું જોવાનું મળે છે. તેમજ જ્યાં ફૂલવાળા બેસે છે તેની પાછળ નહાવાની સુંદર જગ્યા છે, ત્યાં યાત્રાળુઓનાં કપડાં વગેરેની દેખરેખ રાખનાર ચેકીને બંદોબસ્ત છે. કેસરસુખડને ભંડાર પણ ત્યાં જ આવેલ હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે.
* ત્રણ પ્રદક્ષિણે આ પ્રમાણે છે.
૧. શ્રી ભૂલનાયકજી આદીશ્વર દાદાના દર્શન કરી, મંદિર બહારની દહેરીઓ તથા શ્રી નવા આદેશ્વરજી; સહસ્ત્રકૂટ મંદિર તથ મૂલ મંદિરની દેહરી, રાયણ પગલે, મૂલમંદિરની દેહરીઓ, મૂલમંદિરની પાછળની તથા બાજુની દેરીઓ, અને સીમંધર સ્વામિ તથા મૂલમંદિરની બહારની દેરીઓ, વગેરેનાં દર્શન કરી રંગમંડપમાં આવી મૂલનાયકજીના દર્શન કરે.
૨. નવા આદીશ્વરજીનાં તથા નવા આદીશ્વરજીના મંદિરની બહાર પાસે જ પાદુકાઓ અને પાંચ ભાયાના મંદિરની પાસે જે નાનો રસ્તે જાય છે ત્યાંથી મેરૂ ગિરિરાજ, દેહરીએ, સમેતશિખરજી, ગુરૂપાદુકાઓ, અનુક્રમે રાયણુ પગલે દર્શન કરી, ત્યાંથી સામે ગણધર પગલે; દેહરીઓ ત્યાંથી સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીનાં દર્શન કરી રંગમંડપમાં આવે અને દાદાનાં દર્શન કરે.
૩. ત્યાંથી પાંચ ભાયાનું મંદિર, બાજીરીયાનું મંદિર, શ્રી નેમિનાથજીનું મંદિર ત્યાંથી દક્ષિણ તરફની બધી દેહરીઓ; વીશ વિહરમાન; અષ્ટાપદજી, ત્યાંથી બધી દેહરીઓ; રાયણની ત્રણ પ્રદક્ષિણું તથા રાયણ પગલે ચૈત્યવંદન, નભી વિનમી. ચૌદરતન ત્યાંથી ઉત્તર તરફની દરેક દેરીએ; ચૌમુખ શાંતિનાથજી અને પુડરીક સ્વામિજી વંદન કરી રંગ મંડપમાં અને પછી મૂલ સંભારામાં ચૈત્યવંદન કરે.
આ રીતે આ મેટી કુંકના ભૂલનાયક, તીર્થાધિરાજનાં દર્શન થાય છે. - દરેક મહાનુભાવ મુમુક્ષુઓએ હાથ જોડી દરેક મંદિરો અને દહેરીઓમાં “ વિના” બેલવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com