________________
ઇતિહાસ ] : ૭૫
શ્રી શત્રુંજય આ દહેરુ સિંહનિષદ્યા નામના ચેત્યાકારે છે. બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રભુજીના સમનાસાવાળાં બિંબ છે. રાવણની વાણું વગાડતી તથા મંદોદરીની નૃત્ય કરતી મૂતિ દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીજીની પ્રતિમા પણ સ્થાપી છે. પગથીયામાં તાપસેને પણ ચીતરેલા છે.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર,
તે ગુરુ ગીતમ સમરીએ, વાંછિત ફલ દાતાર ગૌતમસ્વામીજીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અષ્ટાપદજીના દહેરાથી રાયણ વૃક્ષના ખુણા સુધી દહેરી ૧૫, ગેખલા ૩, પ્રતિમાજી ૫ પગલાં જેડ ૧૯ તથા ગૌતમસ્વામીજીની મૂર્તિ છે.
નવા આદીશ્વરજીનું દહે આ દહેરૂં મૂળ મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાળે બંધાવેલું છે પરંતુ હાલમાં તેમાં સુરતવાળો તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવેલ શ્રી આદિનાથ પ્રભુની મૂતિ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. ગયા સકામાં તીર્થપતિ મૂલનાયકજી શ્રી આદીશ્વરજી ભગવાનના દહેરામાં પ્રભુજીની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થયેલી જાણી શ્રી સંઘે નહિ પૂજવાની મરજી કર્યાંથી મૂલનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વરજીના બિંબને સ્થાપન કરવાનું ધાર્યું, તેથી આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિંબ લાવવામાં આવ્યું હતું. પરંતુ અધિષ્ઠાયકના ચમત્કાર સાથે “ના” એવો અવાજ આદેશ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા (પછીના) ઉધાર વિના નહીં ઉઠવાનું જણાવ્યાથી મૃલનાયકને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું રૂપાનું કરાવ્યું તથા નવા બિંબને-શ્રી આદીશ્વરજીની નવી પ્રતિમાજીને વસ્તુપાલ તેજપાળે બંધાવેલા આ દહેરામાં પધરાવ્યા. આ દહેરૂં દાદાના દહેરે જતા ડાબા હાથ ઉપર છે એમાં પ્રતિમાજી ૫૧, પાષાણના સિદ્ધચક ૨, પગલા જેડ ૧, તથા વિજય શેઠ વિજયા શેઠાણી તેમજ સમરાશાહ શેઠ શેઠાણીની મૂર્તિ જેડ ૨ છે.*
* અહીં મોટી ટુંકમાં કેટલેક ઠેકાણે આવશ્રાવિકાની મૂર્તિ છે પરંતુ ભાવિક શ્રાવકે તે મૂર્તિને વિજય શેઠ અને વિજય શેઠાણી તરીકે માને છે. વાસ્તવિક રીતે આ યુગલ મૂતિઓ મંદિર બંધાવનાર, જીદ્ધાર કરાવનાર કે કે મોટું કાર્ય કરી તીર્થપ્રભાવિનામાં, શોભામાં ભાગ લેનાર શ્રાવક શ્રાવિકાની મૂર્તિઓ છે.
યદિ કોઈ ઇતિહાસપ્રેમી પ્રયત્નપૂર્વક આ યુગલમૂર્તિના લેખો પ્રકાશિત કરે તો ઈતિહાસમાં નવીન પ્રકાશ પડે તેમ છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી મુંજાલની મૂર્તિ અહીં છે. તેની નીચે લખ્યું છે કં. દુકાન આવા બીજા લેખો પણ છે. ઉપર્યુક્ત નવા આદીશ્વરજીના દેહરામાં વિજય શેઠની મૂર્તિ નીચે. સં. ૧૪૫૪ ઓસવાલજ્ઞાતીય ” આટલું વંચાય છે.
બીજી મૂર્તિ સમરાશાહ અને તેમની પત્ની છે, જેમાં લેખ નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com